હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ વિમલ ઉપાધ્યાય અને ઉપપ્રમુખ સવજીભાઈ ભાટી બન્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર અને વડાલી નગરપાલિકામાં અઢી વર્ષની પ્રમુખ અને ઉપપ્રમુખની મુદ્દત પૂર્ણ થવાને લઇને આજે નવા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ખાસ સામાન્ય સભા યોજાઇ હતી. હિંમતનગર નગરપાલિકાની ખાસ સામાન્ય સભા ડૉ. નલિનકાન્ત ગાંધી ટાઉન હોલમાં યોજાઈ હતી. તો વડાલીની ખાસ સામાન્ય સભા વડાલી પાલિકામાં યોજાઈ હતી. જેમાં બંને પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.સાબરકાંઠા જિલ્લાની જિલ્લા પંચાયત અને આઠ તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ગઈકાલે પૂર્ણ થયા બાદ શુક્રવારે જિલ્લાની હિંમતનગર અને વડાલી નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં હિંમતનગર અને વડાલી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.હિંમતનગર નગરપાલિકાની ખાસ સામાન્ય સભા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ડૉ. નલિનકાંત ગાંધી ટાઉન હોલમાં યોજાઈ હતી. જેમાં પાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભાજપ દ્વારા પ્રમુખ તરીકે વિમલ ઉપાધ્યાય અને ઉપપ્રમુખ તરીકે સવજીભાઈ ભાટી, કારોબારી સમિતિની અધ્યક્ષ તરીકે જીનલ પટેલ, પક્ષના નેતા તરીકે વર્ષાબેન મિસ્ત્રીના નામની જાહેરાત કરી હતી.
ત્યાર બાદ પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા.


જેમાં પ્રમુખ તરીકે વિમલભાઈ ઉપાધ્યાયની દરખાસ્ત સાવન દેસાઈ કરી હતી. જેને ટેકો દીલીપભાઈ પટેલે આપ્યો હતો. તો ઉપપ્રમુખ તરીકે સવજીભાઈ ભાટીની દરખાસ્ત નીરૂબેન પટેલે કરી હતી. જેને ટેકો કલ્પેશ સાંખલાએ આપ્યો હતો. ત્યાર બાદ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અન્ય કોઈ ઉમેદવારી પત્ર ના હોવાને લઈને ચૂંટણી અધિકારી વિમલભાઈ ઉપાધ્યાયને પ્રમુખ તરીકે અને સવજીભાઈ ભાટીને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. ત્યાર બાદ સદસ્યો અને પરિવારજનો દ્વારા બિનહરીફ પ્રમુખ-ઉપપ્રમુખને મીઠાઈઓ ખવડાવીને ફૂલહાર અને ફૂલછડી આપીને શુભેચ્છાઓ આપી હતી.આ અંગે બિનહરીફ પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપા અને જિલ્લાનો આભાર માન્યો હતો. હિંમતનગર શહેરને પૂર્વ પ્રમુખોએ દોરી સંચાર આપી જે સારો વહીવટ આપ્યો હતો એજ પ્રમાણે વિકાસને આગળ ધપાવીશું ઉપરાંત અગામી અઢી વર્ષના સમયગાળામાં હિંમતનગર શહેરને વધુ સુંદર કેવી રીતે બનાવી શકાય તે માટે 36 સભ્યોને સાથે રાખીને રોડ મેપ બનાવીને શહેરને વધુ સુંદર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. વડાલી નગર પાલિકામાં ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભામા યોજાઈ હતી. જેમાં વડાલી નગરપાલિકાના પ્રમુખ તરીકે યશરાજસિંહ ભાટી અને ઉપપ્રમુખ તરીકે કૈલાશબેન નાયીની બિનહરીફ વરણી થઇ હતી. જેને લઈને પાલિકાના સદસ્યો પરિવારજનોએ મો મીઠું કરાવીને ફૂલછડી આપીને શુભેચ્છાઓ આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.