હિંમતનગરમાં 12 દિવસ પહેલા ચોરી થયેલા રુના ચોરોને ગામલોકોએ પકડી પાડ્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર તાલુકાના આકોદરા ગામમાં સોમવારે બપોરના સુમારે પીકઅપ ડાલું લઈને આવેલા બે શખ્સો પર શંકા જતા ગ્રામજનોએ રોકી પીકઅપ ડાલાના ચારેય ટાયરમાંથી હવા કાઢી નાખી હતી. બંને શખ્સોને પકડી લીધા હતા અને ગ્રામપંચાયત કચેરીમાં બંને શખ્સોને લઇ ગયા હતા. જ્યાં તેમની પૂછપરછ કરતાં બને શખ્સો હડીયોલ ગામના નિરવકુમાર જયંતીભાઈ રાવળ, લક્ષ્મણ ઉર્ફે લખો ભીખાભાઈ ગમાર હોવાનું જણાવ્યું હતું. તેમણે 12 દિવસ પહેલા રાત્રિના સમયે ચેતનકુમાર પટેલ અને ઘર આગળની ચોપાડમાં ઢગલો કરેલ 70 મણ રૂની ચોરી કરી હતી. જે અંગે પોલીસ ફરિયાદ પણ નોધાયેલી છે.

તેઓએ આ ચોરી કારેલા રુની કબુલાત કરી હતી. તો પૂછપરછમાં હડીયોલના નિરવ રાવળ, લક્ષ્મણ ગમાર અને તેનો સાળો કોટડા છાવણીના સડા ખાતે રહેતો રમેશ શકુરા પારધી આ ત્રણેય જણાએ રૂ ચોરી સવારે ખેડબ્રહ્મા માર્કેટયાર્ડમાં વેચાણ કર્યું હતુ. તો રૂ 47 મણ થયું હતું અને રૂપિયા 76 હજાર આવ્યા હતા. ત્યારબાદ નિરવ અને લક્ષ્મણ પાંચ હડીયોલ આવ્યા હતા અને લક્ષ્મણનો સાળો ત્યાંથી ઘરે જતો રહ્યો હતો. જેને લઈને પોલીસે નિરવ રાવળ અને લક્ષ્મણ ગમારની અટકાયત કરી છે. તો ફરાર ઉદેપુર જિલ્લાના કોટડા છાવણીના સડાનો રહેવાસી રમેશ શકુરા પારધીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.