ઓરાણમાં ટ્રકે રિક્ષાને ટક્કર મારતાં ચાલક સહિત 2 ઘાયલ

સાબરકાંઠા
સાબરકાંઠા

પ્રાંતિજના ઓરાણ ગામની સીમમાં ટ્રક ચાલકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષા ચાલક અને મુસાફર બંને ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો હતો.

તા.13-02-22 ના રોજ બપોરે ત્રણેક વાગ્યાના સમયગાળા દરમિયાન ઓરાણ ગામની સીમમાં ચિલોડાથી હિંમતનગર તરફ જતા રોડ ઉપર રિક્ષા નં. જી.જે-09-એ.વી-8646 માં જેસીંગભાઇ હરજીભાઇ ડામોર તથા રિક્ષા ડ્રાયવર નજામીયા યાસીનમીયા શેખ જતા હતા તે વખતે ટ્રક નં. જી.જે-18-બી.ટી-4680 ના ચાલકે ટક્કર મારતાં રિક્ષા પલટી ખાઇ ગઇ હતી

જેમાં બેઠેલ જેસીંગભાઇ ડામોરને શરીરે એ ડાબા હાથે કોણીથી નીચે તથા ઉપરના ભાગે ફ્રેક્ચર થયું હતું. જ્યારે રિક્ષા ચાલક નજામીયાને પણ ઇજાઓ પહોંચતા 108 મારફતે પ્રાંતિજ સારવાર અર્થે ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવ્યા હતા. પ્રાંતિજ પોલીસે જેસીંગભાઇની ફરિયાદને પગલે ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.