રતનપુર ચેકપોસ્ટ પાસેથી 4.50 કરોડ સાથે મહેસાણા અને પાટણ જિલ્લાના બે પકડાયા

સાબરકાંઠા
સાબરકાંઠા

દિલ્હીથી બ્રેઝા કારમાં ગુપ્ત ખાનું બનાવી બિનહિસાબી રૂ. 4.50 કરોડ લઇને આવતા મહેસાણા અને પાટણ જિલ્લાના બે શખ્સો ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા જ રાજસ્થાન પોલીસે રતનપુર ચેકપોસ્ટ પાસેથી શનિવાર મોડી સાંજે દબોચી લીધા હતા. પોલીસ તપાસમાં મોડીફાઇડ કરેલી લક્ઝરી કારમાં સંતાડેલા રૂપિયા અમદાવાદના શખ્સના હોવાનું બહાર આવ્યું છે. રાજસ્થાનની ડુંગરપુર ડિસ્ટ્રિક્ટનો પોલીસ સ્ટાફ શનિવારે મોડી સાંજે શામળાજી ઉદેપુર નેશનલ હાઈવે ઉપર રતનપુર ચેકપોસ્ટ પાસે રાજસ્થાનની રતનપુર પોલીસ ચોકી પાસેથી પસાર થતા વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન દિલ્લી પાસિંગની સફેદ બ્રેઝા કાર નં.DL 8C AX 3573 આવતાં પોલીસે અટકાવીને ચાલકની પૂછપરછ હાથ ધરતાં ચાલક યોગ્ય જવાબ ન આપતાં પોલીસને શંકા જતાં કારની તલાશી લેતાં કારની આગળના ભાગે ડ્રાઇવર સીટની બાજુમાં ગુપ્ત ખાનું બનાવીને તેમાં બિનહિસાબી રૂ.4 કરોડ 49 લાખ 99000 હજાર મળ્યા હતા. ઘટનાના પગલે ડુંગરપુર ડીવાયએસપી મનોજ સામરીયા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ રતનપુર પોલીસ ચોકી દોડી આવ્યા હતા. ગુજરાતની રતનપુર ચેકપોસ્ટથી માત્ર 200 મીટર દૂર રાજસ્થાનની રતનપુર પોલીસ ચોકી પાસેથી પોલીસે ઝડપેલા 500 ના દરની બિનહિસાબી રોકડ ગણવામાં ત્રણ કલાક લાગ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.