ડીજીટલ પ્રિન્ટર વેચવા આવતા બે ઝડપાયા; બાઈક ચોરી કરનારા બે ઝડપાયા

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા એલસીબી તલોદના ગુલાબની મુવાડી નજીક આવેલ કેથોસ ટાઈલ્સ પ્રાઈવેટ કંપની લીમીટેડમાં વીસ દિવસ પહેલા ડીજીટલ પ્રિન્ટર હેડની ચોરી કરનારા બે જણાને હિમતનગરના સાબરડેરી પાસેથી ચોરીના ત્રણ ડીજીટલ પ્રિન્ટર હેડ સાથે ઝડપી લીધા હતા તો કાંકરોલ પાસેથી રાજસ્થાનનામાં ચાર બાઈક ચોરી કરનારા બે ચોરોને બે ચોરીની બાઈક સાથે ઝડપી લીધા હતા અને સંતાડેલી ચોરીની બે બાઈક સહીત ચાર બાઈકો કબજે કર્યા બાદ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી અને મુદ્દામાલ સોપ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે એલસીબીના પીએસઆઈ એસ.જે.ચાવડા સ્ટાફના વિક્રમસિંહ,અમરતભાઈ,પ્રહર્ષકુમાર,અનિરુદ્ધસિંહ અને રમતુજી હિમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન મળેલ બાતમી આધારે હિમતનગરની સાબરડેરીની સામેના રોડની બાજુમાં ઉભા રહેલા બનાસકાંઠાના વાવ તાલુકાના ચંદરવાના હરીજનવાસમાં રહેતા હિતેશભાઈ ભુરાભાઈ ગામત અને રાબડી પાદરના જોશીવાસમાં રહેતા નિતેશભાઈ પીરાભાઈ જોશીને વીસ દિવસ પહેલા ગુલાબની મુવાડી નજીક કેથોસ ટાઈલ્સ પ્રાઇવેટ કંપની લીમીટેડ માંથી પ્રિન્ટીંગના ત્રણ ડીજીટલ પ્રિન્ટર હેડ રૂ ૯.૬૦ સાથે ઝડપી લીધા હતા અને મુદ્દામાલ સાથે બંને આરોપીને હિમતનગર એ ડીવીઝનને સોપવામાં આવ્યા હતા ત્યારબાદ એ ડીવીઝન પોલીસે તલોદ પોલીસને સોપ્યા હતા.

એલસીબીના પીએસઆઈ એલ.પી.રાણા સ્ટાફના જુલિયેટભાઈ, હરપાલસિંહ ,સલીમભાઈ, કલ્પેશકુમાર, રાજેશકુમાર, મીતરાજસિંહ, જશુભાઈ, વિરેન્દ્રકુમાર, નીરીલકુમાર, ઇન્દ્રજીતસિંહ, ચંદ્રસિંહ બાતમી આધારે હિમતનગર કાંકરોલ પાસેથી રાજસ્થાનમાંથી ચોરીના બે બાઈક સાથે ઉદેપુર જીલ્લાના કેશરીયા તાલુકાના ભરધા ચીખલાના હરેશ કાંતિલાલજી કટારા બે દિવસ પહેલા ઉદેપુર શહેરમાંથી ચોરી કરેલ બાઈક RJ27-BE-9809 અને સુનીલ ઉર્ફે સોનું રામલાલ કટારા સાડા ત્રણ મહિના પહેલા ઉદેપુર નજીકથી ચોરી કરેલ નંબર વગરની બાઈક સાથે ઝડપાયા હતા.

ત્યારબાદ પૂછપરછ કરતા બીજી બે બાઈકો ચોરી કારેલાનું કબુલ્યું હતું આમ બે શખ્સોએ ચાર બાઈક ચોરી કરી હતી બીજી ચોરીની બે બાઈકો હિમતનગરના ગાંભોઈ પાસે આવેલા રાયગઢ પાસે જંગલમાં સંતાડેલી હતી જે છ મહિના પહેલા કેશરિયાજી પાસેથી બાઈક ચોરી કરી હતી અને બે મહિના પહેલા ડુંગરપુર બજારમાંથી બાઈક ચોરી કરી હતી. પોલીસે બે શખ્સો પાસેથી ચોરીની ચારેય બાઈકો કબજે લઈને વધુ તપાસ માટે મુદામાલ સાથે આરોપીઓને એ ડીવીઝન પોલીસને સોપી દીધેલ છે અને ઉદેપુરના હિરણમગરી પોલીસ સ્ટેશનમાં બે નોધાયેલ ચોરીની ફરિયાદના આરોપી અને મુદ્દમાલ અંગે જાણ કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.