વિશ્વ પર્યાવરણ દિને જિલ્લા કલેકટરના હસ્તે તુલસી રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા,
૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી રાજય સરકાર દ્વારા મુખ્ય કાર્યક્રમ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવ્યો હતો. આ સંદર્ભે દરેક જિલ્લામાં પણ જિલ્લા કલેકટર વનવિભાગ અને અન્ય અધિકારીઓ જાેડાઇને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને પર્યાવરણને બચાવના સંરક્ષણ માટે પ્રેરક ઉદ્દબોધન કર્યુ હતું સાબરકાંઠામાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતમાં વન વિભાગના તથા જિલ્લાના અન્ય અધિકારીઓ વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી જાેડાયા હતા અને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી થીમ અને મહાનુભવોનો પ્રેરક સંદશો ઝીલ્યો હતો. અને વન વિભાગ દ્વારા રજૂ કરાયેલા પ્રેઝેન્ટેશનને નજરે નિહાળ્યુ હતું અને વન વિભાગના જિલ્લાના અધિકારીઓ પાસેથી જિલ્લામાં થનારઉજવણી સંદર્ભમાં કરવાની કામગીરીની માહિતી મેળવી હતી.સાબરકાંઠાવન વિભાગ દ્વારા તૈયાર કરાયેલા તુલસી રથને જિલ્લા કલેકટર દ્વારા લીલી ઝંડી આપીને નગરમાં તુલસીના રોપાના વિતરણ માટે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. પર્યાવરણની જાળવણી જતન, સંરક્ષણ માટે સહિયારા કદમ ઉઠાવવા હાકલ કરી હતી. અને વિજયનગર પોળો ફોરેસ્ટમાં ઉજવણી સંદર્ભે પવિત્ર તુલસીના રોપા ઘર-ઘર સુધી પંહોચે તેવુ સૂચારૂ આયોજન કરવા અને સંયુક્ત રાષ્ટ્રસંધ યુ.એન દ્વારા આ વર્ષને ઇકોસીસ્ટમ રીસ્ટોરેશન થીમ પર જિલ્લામાં પણ જરૂરી કદમ ઉઠાવવા અનુરોધ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.