મોડાસા માર્કેટયાર્ડમાં વેપારીઓએ લાખોની સેસ ચોરી કરી કૌભાંડ આચર્યું

અરવલ્લી
અરવલ્લી

મોડાસા માર્કેટયાર્ડમાં વેપારીઓ દ્વારા સેસ ચોરી કરાતી હોવાની બૂમ ઉઠી છે. મોડાસા માર્કેટયાર્ડમાં ખેડૂતો પાસેથી જણસ ખરીદતા અમુક વેપારીઓ દ્વારા મોડાસા માર્કેટયાર્ડને લાખો રૂપિયાનો ચૂનો લગાડીને કૌભાંડ આચર્યું હોવાના ચોમેરથી આક્ષેપો ઉઠ્યા છે. મોડાસા યાર્ડની કારોબારી સભામાં ઉપરોક્ત કૌભાંડ સંદર્ભે વેપારીઓને યાર્ડ સત્તાવાળાઓ દ્વારા ફાળવેલી બિલબુકોની તપાસ હાથ ધરી દોષિત જણાતાં વેપારીઓ સામે સેસની રકમ વસૂલ કરીને વેપારીનું લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરાશે તેમ માર્કેટ યાર્ડના ચેરમેન તથા ડિરેક્ટર પંકજભાઈ પટેલે જણાવ્યું હતું.

મોડાસા માર્કેટયાર્ડમાં 50 થી 60 જેટલા વેપારીઓ ખેડૂતો પાસેથી કાચામાલની ખરીદી કરે છે. છેલ્લા કેટલાક સમયથી યાર્ડની અંદરના વેપારીઓ દ્વારા ખેડૂતોને અપાતા બિલોમાં ગોલમાલ થતી હોવાની ફરિયાદ ઉઠી હતી. તેની સામે મગફળીના બિલો સાથે કૌભાંડના આક્ષેપ વચ્ચે માર્કેટયાર્ડના સત્તાધિશોનું નિવેદન સામે આવ્યું છે. શનિવારે માર્કેટયાર્ડની મળેલી કારોબારીની બેઠકમાં APMC સત્તાધિશો દ્વારા તપાસ શરૂ કરાઇ હોવાનું ડિરેક્ટર પંકજભાઈ પટેલે જણાવ્યું હતું.

જેમાં સત્તાધિશોને સેસ ચોરીના 10 થી 15 બિલ ક્ષતિવાળા મળ્યાની બાબત પણ સામે આવી હોવાનું યાર્ડના પદાધિકારીઓ જણાવ્યું હતું. સેસ ચોરી કરવા માટે કરાતા કૌભાંડ મામલે બેઠકમાં વેપારીઓને છેલ્લા પાંચ વર્ષની બિલ બુક ચેક કરવાનું નક્કી કરાયું છે. ત્યારે બિલબુક શંકાસ્પદ લાગશે તો વેપારી સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાશે.સાથે જ આવા વેપારીઓ પાસેથી સેસ વસૂલવાની સાથે લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી કરાશે તેવું ડિરેક્ટર પંકજ ભાઈએ જણાવ્યું હતુ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.