હિંમ્મતનગરમાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો, જૂઓ ત્યાં પાણી જ પાણી

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરથી ભોલેશ્વર જવાના ડીપ બ્રિજ પર હાથમતીમાં પાણીના પ્રવાહમાં ગાયો તણાઈ હતી. તો ડીપ બ્રિજ પરથી પસાર થતા બાઈક સાથે ચાલક અને સવાર તણાયા હતા. જેમાં ચાલક અને સવારનો બચાવ થયો હતો અને બાઈક તણાઈ ગયું હતું.

જેને લઇને ફાયર વિભાગને જાણ કરાઈ હતી. તો શહેરના મોતીપુરા વિસ્તારમાંથી પસાર થતા અમદાવાદથી ઉદેપુર નેશનલ હાઇવે પર, મહાવીરનગરથી મોતીપુરાના ખેડ તસિયા રોડ પર, ખેડ તસિયાથી ઉમિયાનગર ટીપી રોડ પર ઘુંટણસમા પાણી ભરાયાં હતાં.

ધોધમાર વરસાદને લઈને હિંમતનગરના દલ પુર ગામે કાચા મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી તો હડિયોલ ગામના બોરિયા વિસ્તારમાં પણ પાણી ભરાયાં હતાં.

આમ વરસાદને લઇને શહેરના નીચાણવાળા વિસ્તારો માં અને રોડ પર પાણી ભરાવવાના બનાવો સામે આવ્યા હતા. હિંમતનગર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો પાલિકા રોડ,શારદાકુંજ વિસ્તારમાં,ખેડ તસિયા રોડ, મારુતિનગર વિસ્તારમાં પાણી ભરાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.