ઈડરમાં ST બસની ડેકીમાંથી રૂ.90 હજારની મત્તાની ચોરી, પ્રાંતિજના બંધ મકાનમાંથી ચોરી

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના ઇડરના શ્રીનગરમાં રહેતા અને માર્કેટયાર્ડમાં અનાજની દુકાન ધરાવતા વિશાલકુમાર જયંતીલાલ દોશીએ 25 જાન્યુઆરીના સાંજના 7.30 વાગે ઇડર એસટી ડેપોની બસ ભાડે કરી બસમાં મુંબઈના દહીસર દીકરીના સગપણ માટે સગા સંબધીઓ સાથે ગયા હતા. એસટીની ડેકીમાં ત્રણ બેગો મુકીને ગયા હતા. અને સામાજિક કાર્ય પૂર્ણ કરીને 26 જાન્યુઆરીના સાંજે સાડા સાત વાગે ઇડર આવવા નીકળ્યા હતા.

27 જાન્યુઆરીએ સવારના સાડા પાંચ વાગ્યે અમદાવાદના નરોડા બીઆરટીએસના બસ સ્ટોપ આગળ સગા સંબધીને ઉતારીને બસ ઇડર આવવા નીકળી હતી. સવારે સાડા સાત વાગે ઇડર આવીને ડેકીમાંથી સામાન લેવા જતા ડેકીનું લોક તૂટી ગયેલું જોવા મળ્યું હતું. તપાસ કર્યા બાદ ચોરી થયેલાનું જણાતા ત્રણ બેગોમાં સરસામાન અને રોકડ રૂપિયા હતા. બેગમાં રૂ.15 હજાર રોકડા, સોનાનો સાડા સાત ગ્રામનો સેટ, ચણીયા ચોળી નંગ 3 ઈમિટેશન જ્વેલરી 3, ફેન્સી કપડા અને બીજા કપડા મળી રૂ. 90 હજારની મત્તાની ચોરી અંગેની ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

પ્રાંતિજના સલાલમાં નટવરભાઈ ચંપકભાઈ વાઘેલાના બંધ મકાનનું 29 જાન્યુઆરીના સાંજે સાડા પાંચ વાગ્યાથી ૩૦ જાન્યુઆરીના સવારે 7 વાગે દરમિયાન તસ્કરોએ ત્રાટકીને ઘરના પાછળના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીનું લોક તોડી તિજોરીમાં મુકેલા સોનાના અલગ અલગ દાગીના ચાર તોલાના રૂ. 2 લાખ 8 હજાર ,ચાંદીના અલગ દાગીના રૂ.190 ગ્રામના રૂ. 1 લાખ 27 હજાર અને રોકડ રૂ. 50 હજાર મળી કુલ રૂ. 3 લાખ 85 હજારની મત્તાની ચોરી કરી લઇ ગયા હતા.જે અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

હિંમતનગરના મોતીપુરામાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ આગળ 28 જાન્યુઆરીના રોજ પાર્ક કરેલ બાઈક સવારના 10:30 થી 1:00 એટલે કે અઢી કલાકમાં અજાણ્યો શખ્સ સ્પ્લેન્ડર પ્લસ રૂ. 20 હજારનું ચોરી કરી લઇ ગયેલ, જે અંગે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રભાતસિંહ રજુસિંહએ સોલંકીએ ફરિયાદ નોંધાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.