હિંમતનગરના છાપરીયામાં શહેર ભાજપના મંત્રીના ઘરમાં ભરબપોરે રૂ 1 લાખની ચોરી

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં હડીયોલ પુલ છાપરિયા વિસ્તારમાં શહેર ભાજપના મંત્રીના ઘરમાં બે દિવસ પહેલા બપોરેના સમયે અજાણ્યો યુવાને પ્રવેશ કરી રોકડ રૂ 1 લાખની ચોરી કરી લઇ ગયો હતો. જેના સીસીટીવી સામે આવ્યા છે ત્યારે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે આવ્યા બાદ અરજી આધારે સીસીટીવી ફૂટેજ કબજે લઈને તપાસ હાથ ધરી છે. ભરબપોરે ચોરી કરનારા યુવકના સીસીટીવી વાઇરલ થયા છે.હિંમતનગરમાં હડિયોલ પુલ છાપરિયા વિસ્તારમાં મહાકાલી મંદિર પાસે રહેતા પંચાલ પરિવાર કે જે ઇમિટેશન જ્વેલરી અને વીમાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. હિંમતનગર શહેર ભાજપના મંત્રી તરીકે વિશેષ સેવા આપનાર ભાવનાબેન પંચાલના ત્યાં 06 ઓક્ટોમ્બર 2023ને સોમવારના રોજ ભર બપોરે વાઈરલ સીસીટીવીમાં દેખાતા અજાણ્યા યુવાન શખ્સ દ્વારા ભરબપોરે ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ઘરમાં અજાણ્યા શખસે પ્રવેશ કરીને ઘરમાં પંચાલ પરિવારના વડીલ વૃદ્ધ બાને એકલા જોઇને અંદર પ્રવેશ કરીને જણાવેલ કે તમારા પુત્રવધૂ મને હમણાં મળ્યા અને તેમણે એક ચેક મંગાવેલ છે અને હું ઘરમાંથી તે લઈ જાઉં છું એમ કહીને ઘરમાં તિજોરીમાં ચાવી લઈને ખોલી અંદરથી રોકડ રૂ એક લાખ સહિત અન્ય દસ્તાવેજની ચોરી કરીને વૃદ્ધ બાને માર મારેલો.


ત્યાર બાદ વૃદ્ધ બા બહાર નીકળીને તેમના પુત્રવધુને ફોન કર્યો હતો. જેને લઈને પુત્રવધુ ઘરે આવી ગયેલા ત્યાર બાદ હિંમતનગર એ-ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આવી તપાસ કર્યા બાદ સીસીટીવી કબજે લઈને અરજી આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ ચોરી કરનાર અજાણ્યા યુવાનના સીસીટીવી વાઈરલ થયા હતા.આ અંગે ભાવનાબેન પંચાલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે ઈમિટેશનના દાગીના લઈને હું અને મારા પતિ બંને આજુબાજુના ગામડાઓમાં અવરજવર કરી ધંધો કરી ગુજરાન ચલાવે છે. 6 ઓક્ટોમ્બરે બપોર બાદ હું અને મારા પતિ ઘરેથી વેપાર કરવા નીકળ્યા હતા. ત્યાર બાદ અમારા બા ઘરમાં એકલા હતા તે દરમિયાન અજાણ્યા શખસે ઘરમાં આવી તિજોરી તપાસી તેમાંથી ચાવી લઈને ડ્રોવર ખોલી તેમાંથી વીમાના પ્રીમિયન અને ઈમિટેશન જવેલરીના ગ્રાહકોના રૂ 1 લાખ હતા તે ચોરી કરી લઇ ગયા છે. આ અંગે હિંમતનગર એ-ડિવિઝન પોલીસને જાણ કરતા તેમને ઘરે આવી તપાસ કરી કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.