યુવકે દુષ્કર્મ આચરી 2 મહિલાની મદદથી યુવતીને દેહવ્યાપારમાં ધકેલી

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરની બ્યુટી પાર્લર સાથે સંકળાયેલ બે મહિલાઓ દેહ વ્યાપાર કરાવતી હોવાની લાંબા સમયથી બૂમ ઉભી થયા બાદ બ્યુટી પાર્લરના દોઝખમાં ધકેલાયેલી વડાલી તાલુકાની યુવતીએ બદનામીના ડરની દીવાલ તોડી પોલીસને જાણ કરતા બ્યુટી પાર્લરને સેક્સ પાર્લર બનાવી દેનાર બે પૈકી એક મહિલા અને ભોગ બનનાર 18-20 વર્ષની યુવતીને બ્લેકમેલ કરી દેહ વ્યાપારમાં ધકેલનાર વડાલી તાલુકાના યુવકને ઝડપી લઇ દુષ્કર્મ આચરનાર 6 શખ્સો સહિત કુલ 9 વિરુદ્ધ ગેંગરેપ સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરતા હડકંપ મચી ગયો છે.

જાણવા મળી રહ્યા મુજબ સેક્સ રેકેટમાં અન્ય યુવતીઓનું પણ જાતિય શોષણ થઈ ચૂક્યું છે અને પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. વડાલીમાં સિસોદીયા ફળીમાં રહેતા યુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ હડીયોલ નામના શખ્સે તાલુકાની 18-20 વર્ષની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી. અને એક વખત હોટલમાં લઈ જઈ તેની સાથે શરીર સંબંધ બાંધી ફોટા વીડિયો લઈ લીધા હતા અને યુવતીને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરતો રહ્યો હતો.

હિંમતનગરમાં બ્યુટી પાર્લર ચલાવતી અને તેની પરિચિત આયેશા ઉર્ફે આશિયાના ડો/ઓ ફરીદમિયા ઈબ્રાહીમમિયા મકરાણી ઉવ 31 (રહે ગરીબનવાજ મસ્જિદ પાસે અંબર સિનેમા રોડ પોલો ગ્રાઉન્ડ મૂળ રહે વીરાવાડા તા હિંમતનગર)ને મળાવી હતી અને આશિયાના જેમ કહે તેમ કરવાનું કહી ફોટા વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.

​​​​​​​છેલ્લા સાતેક મહિનાથી આશિયાના અને અન્ય એક મહિલા ફરીદાબાનું બંને ભેગા મળી યુવતી પાસે દેહવ્યાપાર કરાવતી હતી અને અલગ અલગ શખ્સો સાથે અલગ અલગ જગ્યાએ મોકલતી હતી. તાજેતરમા દેહવ્યાપારના દોઝખથી કંટાળેલી યુવતીએ હિંમત એકઠી કરી બદનામીનો ડર દૂર કરી વડાલી પોલીસનો સંપર્ક કર્યો હતો.ઇડર ડીવાયએસપી સ્મિત ગોહીલે જણાવ્યું કે ગુનો નોંધાયા બાદ ગંભીર ઘટના હોવાથી યુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ હડીયોલ અને આશિયાના મકરાણીને 22/05/23ના રોજ બપોરે ઝડપી લીધા છે. તપાસમાં ફરીદાબેન અને દુષ્કર્મ આચરનાર અન્ય 6 શખ્સોના નામ ખુલ્યા છે. તમામ નવ જણા વિરુદ્ધ આઈપીસી 376,376(2)(એન), 376(ડી),370(એ)(2) અંતર્ગત ગુનો નોંધાયો છે અને 7ને પકડવા તજવીજ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.