હિંમતનગરમાં પાલિકાએ લગાવેલા સિગ્નલો બંધ હાલતમાં
હિંમતનગર શહેરમાં વર્ષ 2017માં કલેકટરના આદેશ મુજબ લાખો રૂપિયાના ખર્ચે નગરપાલિકા દ્વારા શહેરના મોતીપુરા સર્કલ, મહાવીર નગર, ન્યાય મંદિર વિસ્તારના સર્કલો પર ટ્રાફિક સમસ્યાને અંકુશમા લાવવા માટે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા હતા અને બાદમાં તેને કાર્યરત કરવા માટે પોલીસ વિભાગને સોંપવામાં આવ્યા હતા જોકે આજ દિન સુધી ટ્રાફિક સિગ્નલો કાર્યરત નથી કરાયા જોકે પાલિકા દ્વારા આ અંગેનો પરિપત્ર પણ પોલીસ અધિક્ષક કચેરીને સોંપી દેવામાં આવ્યો હતો તેમ છતાં આ સિગ્નલો કયા કારણોસર શરૂ કરવામાં નથી આવ્યા લાખોના ખર્ચે ઉભા કરેલ સિગ્નલ જાણે શોભાના ગાંઠિયા સમાન હોય તેમ ઊભા કર્યા બાદ તેની તરફ તંત્ર દ્વારા કોઈ ધ્યાન દોરવામાં આવી રહ્યુ નથી.
નગરપાલિકા પ્રમુખ યતીનબેન મોદીએ જણાવ્યું વર્ષ 2017માં જિલ્લા કલેકટરના આદેશથી નગરપાલિકા દ્વારા શહેરના ત્રણ સ્થળોએ ટ્રાફિક સિગ્નલ લગાવવાની કામગીરી હાથ ધરી હતી નગરપાલિકાના પ્રિમાયસીસમાં આવતા હોય તે સિગ્નલ ઉભા કરાયા બાદ કાર્યરત કરવાની જવાબદારી નગરપાલિકાની રહેતી નથી જેથી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સુપ્રત કરવામાં આવ્યા હતા.