હિંમતનગરમાં વિશ્વ હિંદુ પરિષદની યાત્રાનો બીજો તબક્કો આવતીકાલથી શરુ

સાબરકાંઠા
સાબરકાંઠા

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના 60 વર્ષ પૂર્ણ થતા સાબરકાંઠા જિલ્લામાં બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હિંમતનગર શહેરમાં શુક્રવારે શૌર્ય જાગરણ યાત્રાની પ્રથમ તબક્કાની પૂર્ણાહુતી થઇ હતી. આવતીકાલથી સાત દિવસ ચાર તાલુકામાં ફરશે આઠમાં દિવસે પૂર્ણ થશે.સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા રથનો આયોજન કરવામાં આવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદને 60 વર્ષ પૂર્ણને લઈને સ્થાપના દિવસની સમગ્ર ભારતમાં બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રાનો આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ શૌર્ય જાગરણ યાત્રાની શરૂઆત સંસ્કાર પાઠશાળા મુડેટીથી 23 સપ્ટેમ્બરના રોજ શરુ થઇ હતી. આ શૌર્ય જાગરણ યાત્રા સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં આવતા સાત પ્રખંડ ઇડર, બડોલી, પ્રાંતિજ અને તલોદ ત્યાર બાદ હિંમતનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફરી હતી. શૌર્ય જાગરણ યાત્રાનું 70 ગામોમાં આયોજન કરવામાં આવ્યું હતું.


શુક્રવારે હિંમતનગરમાં શૌર્ય જાગરણ યાત્રાનો પ્રવેશ થયો હતો. શહેરમાં પ્રારંભે મહાવીરનગરના પંચદેવ મંદિરથી પ્રસ્થાન થઈ હતી. ત્યાર બાદ એક પછી એક વિસ્તારમાં અલગ અલગ મંદિરે પહોંચી હતી. જેમાં હનુમાનજી મંદિર, છાપરિયા ચાર રસ્તા, ટાવર ચોક પાસે હનુમાન મંદિર, હરસિદ્ધ માતાજી મંદિર, બસ સ્ટેન્ડ સામે હનુમાનજી મંદિર બસ સ્ટેન્ડ સામે, રામેશ્વરમંદિર, હિંમતનગર કંપા, છાપરિયા પાસે રામજી મંદિર, હરિઓમ સોસાયટીમાં સિદ્ધિવિનાયક મંદિરે પહોચી હતી. જ્યાં સ્થાનિકો સાથે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાની ઉપસ્થિતિમાં સ્વાગત કરીને આરતી કરવામાં આવી હતી.ત્યાર બાદ યાત્રા મહાકાળી મંદિર થઈને શૌર્ય જાગરણ યાત્રા ઉમિયા મંદિરે પહોંચી હતી. જ્યાં પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ યોજાયેલા સમાપન સમારોહમાં ગંભીરપુરાના મંગલપુરી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. જોકે આગામી 8 ઓક્ટોમ્બેરના રોજ રીવરફ્રન્ટ કર્ણાવતી ખાતે શૌર્ય જાગરણ યાત્રાને સમાપન કરવામાં આવશે. તો આવતીકાલથી શૌર્ય જાગરણ યાત્રા આઠ દિવસ વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકાના ગામડાઓમાં ફરશે અને રામ મંદિરની જાણકારી આપશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.