સાબરડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.20નો વધારો કરાયો; 21 જાન્યુઆરીથી ભાવ વધારો લાગુ થશે

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખથી વધુ પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરી દ્વારા દુધના પ્રતિ કિલો ફેટે રૂ.20નો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે 21 જાન્યુઆરીથી ભાવ વધારો લાગુ પડશે. જેને લઈને દૂધ મંડળીઓમાં પરિપત્રો કરી દેવામાં આવ્યા છે. તો આગામી 21મી જાન્યુઆરીથી ભેંસના દૂધનો પ્રતિ કિલો ફેટનો ભાવ રૂપિયા 800 તથા ગાયના દૂધનો ભાવ સમતુલ્ય કિલો ફેટના રૂપિયા 765 મુજબ ગણતા રૂપિયા 347 રહેશે. જેને લઈને સાડા ત્રણ લાખ પશુપાલકોને લાભ થશે.

દૂધ ઉત્પાદનમાં વધારો થાય તેમજ વધુને વધુ દૂધના વ્યવસાય સાથે પશુપાલકો જોડાઇને આર્થીક વિકાસ હાંસલ કરી શકે તે હેતુથી પશુપાલકોને ચુકવવામાં આવતા કામ ચલાઉ દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે વધુ માહિતી આપતા સાબરડેરીના એમપીઓ વિભાગ એમ.એન. પટેલે જણાવ્યું હતું કે, આગામી 21મી જાન્યુઆરીથી પ્રતિ કિલો ફેટે ભેંસના દૂધમાં રૂપિયા 20નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ભેંસના દૂધનો ભાવ દર કિલો ફેટે રૂપિયા 780 પ્રમાણે ચૂકવવામાં આવતો હતો.

જે હવે પશુપાલકોને રૂપિયા 800 લેખે ચૂકવવામાં આવશે. આ ઉપરાંત 5.0થી 5.9 ફેટ ટકા અને 8.5થી 8.9 એસએનએફવાળા દૂધના દર કિલો ફેટના રૂપિયા 760 પ્રમાણે ચુકવવામાં આવશે. ઉપરોક્ત ધોરણ કરતા નીચા પ્રકારના હલકા તથા ખાટા દૂધના નાણા સંઘમાં આવેલા સારા દૂધના ભાવના 25 ટકાના દરે ચૂકવવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.