
સાબરકાંઠા યુવતીના અંગતપળોના ફોટો વાયરલ કરવાની ધમકી આપનાર ઝડપાયો
હિંમતનગરની એક યુવતિના અંગતપળોના ફોટો કેપ્ચર કરી સોશ્યિલ મીડીયા પર વાયરલ કરવાની ધમકી આપી વારંવાર ફોન તેમજ મેસેજ કરી બ્લોકમેલ કરનાર શખ્સ વિરૂધ્ધ નોંધાયેલી બાદ છેલ્લા 8 માસથી નાસતા ફરતા આરોપીને સાયબર ક્રાઇમ પોલીસે બેંગ્લોરથી ઝડપી લઇ જેલ હવાલે કર્યો હતો.
આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર હિંમતનગરની એક યુવતીના અંગતપળોના ફોટા કેપ્ચર કરી તે ફોટા સોશ્યિલ મીડીયા પર વાયરલ કરવાની ધમકી આપી તેમજ ભોગ બનનાર પરિવારના સભ્યોને ફોટા વોટ્સઅપ મારફતે મોકલી વારંવાર ફોન તથા મેસેજ કરી બ્લોકમેલ કરનાર શખ્સ વિરૂધ્ધ ગત વર્ષ જુલાઇ મહિલમાં સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.
સાયબર ક્રાઇમ પોલીસે ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોસના આધારે બેંગ્લોર જઇ છેલ્લા 8 માસથી નાસતા ફરતા આરોપી અવિનાશ બાબુ શ્રેયાન (રહે. શ્રીનગર સોસાયટી, બનાશંકરી, બેંગ્લોર)ને ઝડપી લઇ હિંમતનગર ખાતે લઇ આવ્યા હતા. આમ સાયબર ક્રાઇમ પોલીસને ઓનલાઇન સાયબર સ્ટોકીંગ તથા સાયબર બુલીંગનો ગુનો શોધી કાઢવામાં સફળતા મળી હતી.