
પ્રાંતિજ-તલોદમાં રહેતા સિંધી સમાજના લોકોએ ચેટીચાંદ પર્વની રજા જાહેર કરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી
આગામી 23મી માર્ચના રોજ સમસ્ત સિંધી સમાજ માટે ધાર્મિક તહેવાર ચેટીચાંદ પર્વની ઉજવણી કરવામા આવનાર છે. આ પવિત્ર દિવસ તેમના ઈષ્ટ દેવ ઝુલેલાલજીનો અવતરણ દિવસ હોઇ દેશભરમાં આ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામા આવશે. પરંતુ આ વર્ષે આ પવિત્ર પર્વ નિમિત્તે સરકાર દ્વારા જાહેર રજા જાહેર કરવામાં આવી નથી અને 22મી માર્ચના રોજ ગુડી પડવાને લઈને જાહેર રજા છે.
23મી માર્ચના રોજ સિંધી સમાજના પવિત્ર તહેવાર ચેટીચાંદને લઈને સરકારે આ દિવસે રજા જાહેર કરી નથી. જેને લઈને પ્રાંતિજ-તલોદના સિંધી સમાજમાં નારાજગી જોવા મળી હતી. આ સંદર્ભે પ્રાંતિજ-તલોદના પ્રાંન્ત અધિકારી એમ.એન.ડોડીયાને સિંધી સમાજના ભાઈઓએ આવેદનપત્ર આપીને સરકારને 23 માર્ચના રોજ જાહેર રજા જાહેર કરવા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં જમનાદાસ નરસિંધાણી, ધર્મદાસ ટેકવાણી, રતિ ટેકવાણી , રમેશભાઈ, અનીલભાઇ સહિત પ્રાંતિજ-તલોદમાંથી સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.