
હિંમતનગરની નગરપાલિકા 6.19 કરોડના ખર્ચે ત્રણ માળની બનશે
સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરની નગરપાલિકાનું ભવન નવીન બની રહ્યું છે. હિમતનગર નગરપાલિકા બે માળની બની ચુકી છે પરંતુ વધુ એક માળ બનશે અને ત્રીજે માળ નગરપાલિકાની સંસદ બનશે. જેને લઈને સ્થાનિક ધારાસભ્ય,પાલિકા પ્રમુખ સહીત હોદ્દેદારો અને ચીફ ઓફિસરે ચાલી રહેલી કામગીરીની મુલાકાત લઈને સંસદ બનાવવા માટેની સૂચનાઓ આપી હતો. તો 6.19 કરોડના ખર્ચે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં નગરપાલિકાનું ભવન તૈયાર થઇ જશે.
હિંમતનગર નગરપાલિકાનું જૂનું મકાન વર્ષ 2021માં દુર કર્યા બાદ કામગીરી શરુ કરવામાં આવી હતી. હિંમતનગર નગરપાલિકા 85 હજાર વસ્તી ધરાવતી નગરપાલિકા છે અને નવ વોર્ડમાં 36 સદસ્યો છે. ત્યારે આગામી દિવસોમાં આજુબાજુના વિસ્તારોનો નગરપાલિકામાં સમાવેશ થઇ શકે જેને લઈને વોર્ડમાં પણ વધારો થઇ શકે છે. એટલે કે નવમાં બે વોર્ડનો વધારો થવાને લઈને 11 વોર્ડ થઇ શકે છે એટલે સભ્યો ની સંખ્યા પણ 44 થઇ શકે છે.
ત્યારે નગરપાલિકાનું નવીન ભવન ભોયતળી સાથે બે માળનું નાનું હોવાને લઈને હવે પાલિકાના નવીન ભવનમાં ત્રીજો માળ બનશે.અગામી સમયમાં સભ્યો અને વિભાગોમાં વધારો થવાને લઈને નવીન ભવનમાં અગવડ ના પડે તેને લઈને હિમતનગર ધારાસભ્ય વી.ડી.ઝાલા, ચીફ ઓફિસર અલ્પેશ પટેલ, પાલિકા પ્રમુખ યતીનીબેન મોદી, ઉપ્રપ્રમુખ અમૃત પુરોહિત, કારોબારી અધ્યક્ષ સાવન દેસાઈ સહિત પાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓએ નવીન બનતી પાલિકાની સ્થળ મુલાકાત લીધી હતી.