મોડાસામાં નાણાંની લેતી દેતી બાબતે વેપારીને લાકડીઓના ફટકા મારી લોહી લુહાણ કર્યો

અરવલ્લી
અરવલ્લી

મોડાસાના મુખ્ય બજારમાં મોબાઈલ શોપ ધરાવતા વેપારીને એક ઈસમ પાસે નાણાં લેવાના હોવાથી નાણાં બાબતે વેપારીએ ઉઘરાણી કરી હતી. જે બાબતને લઈ ઈસમ ઉશ્કેરાઈ ગયો હતો અને બીજા અન્ય અસામાજિક તત્વો ભેગા મળી વેપારી પર લાકડીઓના ફટકા મારીને લોહી લુહાણ કર્યો હતો. લોહીથી લથપથ વેપારીને 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો અને મોડાસા ટાઉન પોલીસને જાણ કરી હતી. પોલીસે હુમલાખોર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અસામાજિક તત્વોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે

હાલ કોઈપણ બાબત હોય કાયદો હાથમાં લઈ જીવલેણ હુમલાઓની ઘટના સામાન્ય બની ગઈ છે. ત્યારે આવી જ એક ઘટના અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં સામે આવી છે. જ્યાં અસામાજિક તત્વો દ્વારા નાણાંની લેતી દેતી બાબતે વેપારીને લાકડીઓના ફટકા મારી લોહી લુહાણ કર્યો હતો. ત્યારબાદ વેપારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.