હિંમતનગરમાં આજથી બજાર ચાર વાગ્યે થશે બંધ, વધતા કેસને લઈને લેવાયો નિર્ણય

ગુજરાત
ગુજરાત 166

ગુજરાતના સાબરકાંઠામાં કોરોનાનો અજગરી ભરડો યથાવત જોવા મળ્યો છે. જીલ્લામાં ઘાતક કોરોના વાયરસના વધુ 19 કેસો નોધાયા હતા. હવે આ સંક્રમણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વધ્યું છે . સાબરકાઠાના ખેડબ્રહ્મામાં છ, હિંમતનગર અને ઇડરમાં ત્રણ-ત્રણ કેસ નોંધાયા હતા. ત્યારે જીવલેણ કોરોના વાયરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને સાબરકાઠાં જીલ્લાના હિંમતનગરમાં આજથી બજાર ચાર વાગ્યાથી તમામ બજારો બંધ થશે. આ મહત્વનો નિર્ણય પાલિકા ખાતેના ધારસભ્યની હાજરીમાં લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જીવલેણ વાયરસથી સંક્રમિતોની સંખ્યામાં ઉત્તરો ઉત્તર વધારો થઈ રહ્યો છે. આ મામલે રાજ્ય સરકાર ચિંતિત જોવા મળી છે.

હિંમતનગરમાં આજથી બજાર ચાર વાગ્યે થશે બંધ,
10 ડિસેમ્બર સુધી બજાર બંધ રાખવાનો વેપારીઓનો નિર્ણય,
પાલિકા ખાતે ધારાસભ્યની હાજરીમાં મળી બેઠક,
કોરોનાના વધતા કેસને લઈને લેવાયો નિર્ણય

ગુજરાતના અન્ય જિલ્લાઓની જેમ સાબરકાંઠામાં પણ કોરોનાએ પોતાનો વિકરાળ પંજો વધુ ફેલાવીને કહેર મચાવી દીધો છે ત્યારે સોમવારે જિલ્લામાં ચિંતાજનક કહી શકાય તેવા નવા ૧૯ કેસ નોધાયા છે. જે સાથે કુલ કોરોના પોઝેટીવનો આંક ૧૪૧૦ પર પહોચી ગયો છે. આરોગ્ય વિભાગના જણાવાયા મુજબ સોમવારે જે નવા ૧૯ કે નોધાયા છે તેમાં હિંમતનગરની શાંતિનગર સોસાયટીમાં ૨૩ વર્ષિય પુરૂષ, કૈલાદેવી પાર્કમાં ૨૩ વર્ષિય મહિલા, પંચદેવ સોસાયટીમાં ૪૭ વર્ષિય મહિલા કોરોનામાં સપડાયા છે. ઉપરાંત ઈડરના ચોટાસણ ગામમાં ૩૨ વર્ષિય, ૬૦ વર્ષિય અને ૩૦ વર્ષિય પુરૂષ એમ ત્રણ જણા કોરોનાની ઝપેટે આવી ગયા છે.

ચોરીવાડ ગામમાં ૨૮ વર્ષિય મહિલા અને ગઢવાડા ગામમાં ૨૫ વર્ષિય મહિલાનો કોરોના રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે. આ ઉપરાંત પ્રાંતિજ તાલુકાના ઘડકણ ગામમાં ૨૫ વર્ષિય પુરૂષ, વડાલીના કેશરગંજ ગામમાં ૪૦ વર્ષિય પુરૂષ તથા દરજી ફળીમાં રહેતા ૫૮ વર્ષિય મહિલા અને ખેડબ્રહ્મા તાલુકાના ઉંચીધનાલ ગામમાં ૪૦ વર્ષિય પુરૂષ, ખેડબ્રહ્મા શહેરમાં ૫૩ વર્ષિય પુરૂષ, સાંજેલીકંપામાં ૪૮ વર્ષિય પુરૂષ, સાંઈવિલા સોસાયટીમાં ૩૫ વર્ષિય મહિલા, પટેલ સોસાયટીમાં ૩૧ વર્ષિય પુરૂષ અને આશીષ હોસ્પિટલ પાસે રહેતા ૩૯ વર્ષિય પુરૂષ સાથે એક જ દિવસમાં ખેડબ્રહ્મા તાલુકામાં છ કેસ નોધાયા છે. જ્યારે તલોદ તાલુકાના પુંસરી ગામમાં ૨૫ વર્ષિય પુરૂષ તથા અંબિકાનગરમાં રહેતા ૫૮ વર્ષીય પુરૂષ પણ કોરોનાની ઝપેટે આવી ગયા છે. આમ સોમવાર સુધીમાં કોરોના પોઝેટીવ કેસનો કુલ આંક ૧૪૧૦ થયો છે.

કોરોનાને લઈને હિંમતનગર નગરપાલિકા તથા આરોગ્ય વિભાગ ધ્વારા હિંમતનગરમાં મંગળવારથી કોરોના રેપીડ ટેસ્ટની કામગીરી શરૂ થશે જે મુજબ શહેરના મહાવીરનગર ચાર રસ્તા પર આવેલ કેનાલ ફ્રન્ટ પર કામગીરી થશે. જેના માટે સવારે ૧૧ વાગ્યાથી શહેરીજનો ટેસ્ટ કરાવી શકશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.