
હિંમતનગરમાં કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા નવરાત્રિની ઉજવણીમાં આખો સમાજ જોડાય છે
હિંમતનગરમાં કચ્છ કડવા પાટીદાર સમાજની વાડીમાં તાલુકા અને શહેરના કચ્છ કડવા પાટીદાર સમાજ 40 વર્ષથી એક જ ચોકમાં ગરબે ઘૂમે છે. તો નવરાત્રિ મહોત્સવમાં અલગ અલગ પ્રકારની ઉજવણી કરાય છે. રાત્રે આરતી બાદ પ્રાચીન અને અર્વાચીન ગરબા યોજાય છે.
હિંમતનગર શહેરના આંબાવાડી પાસે આવેલી કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી ખાતે શ્રી કચ્છી કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ દ્વારા તાલુકાના 24 કંપા અને હિંમતનગર શહેરના 300થી વધુ પરિવારો 1500થી વધુ વ્યક્તિઓનો સમાજ 40 વર્ષથી એક જ ચોકમાં ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે.તો રોજ રાત્રે 9 કલાકે આરતી સાથે માતાજીના પ્રાચીન અને અર્વાચીન ગરબા શરુ થાય છે. પાંચમની નવરાતે ભક્તિ શક્તિની આરાધના સાથે સમાજના યુવક-યુવતીઓ નાના બાળકો ટ્રેડીશનલ ડ્રેસમાં મનભરીને ગરબે ઘૂમ્યા હતા.
.