હિંમતનગર એસટી ડેપોનો ડ્રાઇવર 51 લિટર ડીઝલની ચોરી કરતાં પકડાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર ડેપોમાં છેલ્લા 20 વર્ષથી ફરજ બજાવતા અને હિંમતનગર પુંસરી બસ ચલાવતા ડ્રાઇવર વિરુદ્ધ તલોદ પોલીસ સ્ટેશનમાં એસટી બસની ટાંકીમાંથી 51 લીટર ડીઝલની ચોરી કરવા અંતર્ગત એસ.ટી.ના ફ્યુઅલ કલાર્કે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે અને ડીઝલ ચોરીનું કૌભાંડ એસટી તંત્રમાં વ્યાપક હોવાની ચર્ચાએ જોર પકડયું છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગર એસટી વર્કશોપના ફ્યૂઅલ કલાર્ક રાકેશભાઈ અરવિંદભાઈ બરંડા અને ડેપોના મેનેજર એસ.એ. બારોટ તા.01-02-22 થી 16-02-22ના ડીઝલ વપરાશના હિસાબોની ચકાસણી કરી રહ્યા હતા. તે દરમ્યાન એસ.ટી.બસ નંબર જીજે-18-ઝેડ-819માં ડીઝલનો વપરાશ વધુ થયો હોવાનું બહાર આવ્યું હતું આ એસ.ટી.બસ હિંમતનગર પુંસરી રૂટ ઉપર ફરતી હતી અને પુંસરી ખાતે રાત્રે રોકાણ કરતી હતી એસટી બસ દ્વારા 5294 કિલોમીટરની સફર કરાઇ હતી જેમાં નિયત માનાંકો પ્રમાણે 661 લિટર ડીઝલનો વપરાશ થવો જોઈતો હતો તેની જગ્યાએ 712 લિટર ડીઝલનો વપરાશ થયો હતો વધુ ડીઝલનો વપરાશ થવાને પગલે એસ.ટી.ના ડ્રાઇવર ભરતસિંહ જગદેવસિંહ રહેવરને બોલાવી પૂછપરછ કરતાં તેમણે કબૂલાત કરી લીધી હતી કે માટે રાત્રી રોકાણ દરમિયાન ડીઝલની ટાંકીમાંથી ડીઝલ ચોરી કરી હતી. ડ્રાઇવરની કબૂલાત બાદ રાકેશભાઈ બરંડાએ તલોદ પોલીસ સ્ટેશનમાં 51 લીટર ડીઝલ કિં. રૂ. 4610 ની ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ભરતસિંહ જગદેવસિંહ રહેવર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.ડીઝલ ચોરીના કૌભાંડથી એસટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને તંત્રમાં વ્યાપક હોવાની ચર્ચાએ જોર પકડયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.