હિંમતનગરની ડોક્ટર યુવતી કોરોના પોઝિટિવ, અમદાવાદથી 10-12 દિવસ અગાઉ આવી હતી

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર શહેરની મોટીવોરવાડમાં આવેલ અમદાવાદની 28 વર્ષીય તબીબ યુવતીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા હિંમતનગર શહેરમાં 47 દિવસ બાદ કોરોનાની ફરીથી એન્ટ્રી થઈ છે. કોરોના ફરીથી માથું ઊંચકી રહ્યો છે અને એક સપ્તાહમાં સંક્રમણ વધ્યું છે છતાં રાજકીય મેળાવડા અને સરકારી કાર્યક્રમો બેરોકટોક યોજાઈ રહ્યા છે જે ચિંતાનો વિષય બની રહ્યો છે. એપેડેમિક ઓફિસરે જણાવ્યું કે યુવતી અને તેનો પતિ બંને તબીબ છે અને યુવતીએ વેક્સિન લીધી હોવાનું પણ ઓફિસરે જણાવ્યું હતું.

સાબરકાંઠા જિલ્લામાં દોઢેક માસથી એકપણ કોરોના એક્ટિવ કેસ ન હતો. પરંતુ સમગ્ર રાજ્ય સહિત હવે સાબરકાંઠા જિલ્લામાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. પ્રથમ કેસ ખેરોલની શિક્ષિકા ગાંધીનગરની હોવાનું, ભદ્રેસરની યુવતી વિદેશથી આવેલ હોવાનું અને તેના થકી હિંમતનગર તાલુકાના ઝહીરાબાદની બે સંબંધી મહિલા સંક્રમિત થયાનો આરોગ્ય વિભાગ દ્વારા અંદાજ મૂકવામાં આવ્યો છે આમાંથી તંત્ર બહાર નીકળ્યું નથી એટલામાં રવિવારે હિંમતનગરની મોટીવોરવાડમાં 28 વર્ષીય યુવતીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

સાબરકાંઠા જિલ્લામાં એક્ટીવ કેસની સંખ્યા 4 થઈ ગઈ છે જે તમામ મહિલા છે અને બહારથી આવેલ અથવા બહારથી આવેલના સંપર્કમાં આવતા સંક્રમિત થયાનો આરોગ્યવિભાગ દ્વારા અંદાજ મૂકવામાં આવ્યો છે. જિલ્લામાં કેસ ફરી એકવાર નોંધાવના શરૂ થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.