ઇડરમાં18 વર્ષીય યુવકની લાશ કુવામાંથી મળતાં ચકચાર

સાબરકાંઠા
સાબરકાંઠા 235

કોરોના મહામારી વચ્ચે ઇડર તાલુકાના ગામેથી આશાસ્પદ યુવકની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, યુવક છેલ્લા ચારેક દિવસથે ઘરેથી બહાર નિકળી ગયો હતો. જે બાદમાં આજે તેમના ખેતરના કુવામાંથી જ આ યુવકની લાશ મળી આવતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ઘટનાને લઇ ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના કૃષ્ણનગરથી સુરરોડ પર આવેલા ખેતરમાંથી યુવકની લાશ મળી આવતાં ચકચામ મચી ગઇ છે. 18 વર્ષીય યુવક અગમ્ય કારણોસર છેલ્લા ચારેક દિવસથી ઘરેથી નીકળી ગયો હોવાનું હાલ સામે આવ્યુ છે. જોકે આજે સવારે અચાનક ખેતરના કુવામાંથી આશાસ્પદ યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ સ્થાનિકો સહિત આસપાસના લોકો ઉમટી પડ્યા હતા. જે બાદમાં સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.