સાબરકાંઠામાં લાકડાના રમકડાં બનાવનારની હાલત કફોડી : એક સમયે જામતી હતી ભારે ભીડ

સાબરકાંઠા
સાબરકાંઠા

ગુજરાતમાં લાકડાના રમકડાં માટે ઇડર શહેર પ્રખ્યાત હતું જોકે હાલમાં માત્ર બેથી ત્રણ વેપારી નામ પૂરતા આ વ્યવસાય સાથે જોડાયેલા છે.આગામી સમયમાં સરકાર દ્વારા લાકડાના રમકડાં બનાવનારા કલાકારો સહયોગ જાહેર નહીં કરાય તો મૃતપ્રાય બની રહેલો આ વ્યવસાય સંપૂર્ણપણે નાશ પામશે તે નક્કી છે.છેલ્લા કેટલાક સમયથી દિન-પ્રતિદિન વિદેશી રમકડા સહિત ચીની બજાર પ્રવેશતા હાલમાં ઇડર શહેરના લાકડાના રમકડાં બનાવનારાઓની હાલત કફોડી થઈ છે જેના પગલે 300થી વધારે કલાકારોની સામે હાલમાં 3 થી 4 કલાકારો લાકડાના રમકડા બનાવી રહ્યા છે.જોકે તેમાં પણ હવે કોઈ ખાસ આવક ન રહેતા હવે સ્થાનિક લોકો લાકડાના રમકડા બનાવવાનું છોડી અન્ય બાબતો તરફ વળ્યા છે.સામાન્ય રીતે લાકડાના રમકડાંના રૂપિયા 20 થી લઈ 1,000 સુધીના અલગ-અલગ રમકડાં બનતા હતા.

રાજાશાહી વખતથી જ આ રમકડાંનો વેપાર યથાવત રહ્યો હતો. દુધઈ બાવળ નીલગીરી સહિતના સાગના લાકડાના રમકડાઓ બજારમાં બનાવી અને વેચતા હતા. બાળક જન્મથી લગ્નગ્રંથી જોડાય ત્યાં સુધીના લાકડાની ચીજ વસ્તુનો વપરાશ થતો હતો.વિશ્વમાંથી એ દેશ વિદેશમાંથી લોકો ફરવા માટે ઈડરની મુલાકાત પણ લેતા હતા.અને વિશ્વમાં જગ પ્રખ્યાત બન્યું હતું જોકે ચીની બજારનો રમકડાં ક્ષેત્રે પ્રવેશ કરતા દરેક લોકો લાકડાના રમકડાનો ઓછો ઉપયોગ કરી ચીની બજારને વધારે મહત્વ આપતા થઈ ગયા છે.હવે વેપારીઓ પણ સમગ્ર વ્યવસાય છોડીને અન્યત્ર સ્થાયી થવા લાગ્યા છે.જોકે એક તરફ છેલ્લા કેટલાક સમયથી સ્વદેશી અપનાવવાની વાતો વચ્ચે લોકલ ફોર વોકલની વાતો થઈ રહી છે.આજની તારીખે મોટાભાગના લોકો પોતાના ધંધો નોકરી રોજગારથી બેરોજગાર થઈ ચૂક્યા છે જેમાં ખાસ કરી ગ્રામ્ય કક્ષાએ નાના-મોટા સ્વરોજગાર થકી રોજગારી મેળવનારા લોકો માટે વિદેશી રમકડાંઓથી નોકરી ધંધો અને રોજગાર પડી ભાંગ્યા છે.આગામી સમયમાં આ સ્થિતિ યથાવત રહી તો એકાદ બે દુકાનો પણ આગામી સમયમાં બંધ થઈ જશે હાલના તબક્કે સરકારી સહાય કરવામાં આવે તો સમગ્ર ગુજરાત માટે ગૌરવ રૂપ ગણી શકાય તેવા લાકડાના બજારની બચાવી શકાય તેમ છે.દિન પ્રતિદિન રમકડાંના બજાર બંધ થવાની અણી ઉપર છે ત્યારે લુપ્ત થતી લાકડાના રમકડાંની બનાવટને ટકાવી રાખવા તંત્ર દ્વારા પગલાં ભરાય તે જરૂરી છે જોકે આવા પગલા ક્યારે અને કેટલા ભરાશે એ તો સમય જ બતાવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.