હિંમતનગરમાં 9 વર્ષિય બાળકીની ફાંસો ખાધેલી લાશ મળી

સાબરકાંઠા
સાબરકાંઠા

શુક્રવાર સાંજે હિંમતનગરના પાંચ બત્તી વિસ્તારમાં 9 વર્ષની બાળકીની ઘરની બારીની ગ્રીલ સાથે રૂમાલ બાંધી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતાં આવતા ખળભળાટ મચી ગયો છે. જેને જીવનની વ્યાખ્યાની સમજજ નથી તેવુ બાળક ફાંસો લગાવી જીવન ટૂંકાવી દે તે બાબત અત્યંત ગંભીર અને ચિંતનનો વિષય બની ગઇ છે. પોલીસે એ.ડી. નોંધી હત્યા, આત્મહત્યા કે દુષ્પ્રેરણની દિશામાં તપાસ હાથ ધરી છે.

હિંમતનગરના પાંચબત્તી વિસ્તારમાં હરસોલીયાના ડેલામાં જીતુપુરી હિંમતપુરી ગોસ્વામીના મકાનમાં ભાડેથી રહેતા પરિવારની 9 વર્ષીય બાળકીની લાશ તા.10-12-21 ના રોજ સાંજે ઘરની જાળી ઉપર રૂમાલથી ગળે ફાંસો લગાવેલી હાલતમાં મળતાં ચકચાર મચી જવા પામી હતી. સાંજે 7:49 કલાકે પડોશમાં રહેતી વૃદ્ધાએ 108માં જાણ કરી હતી. માત્ર 9 વર્ષીય બાળકીની આત્મહત્યાની થિયરી બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. નાનું બાળક આત્મહત્યાનું વિચારી પણ કેવી રીતે શકે તે બાબત યક્ષ પ્રશ્ન બની ગઇ છે.

+પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પડોશીઓએ જણાવ્યું કે પતિ – પત્ની વચ્ચે પ્રતિદિન ઝઘડા થતા હતા અને બાળકીની મારપીટ પણ થતી હતી મૃતદેહના તબીબી પરીક્ષણમાં બાળકીના ગળા પર ‘ નોટ ’ નું નિશાન મળ્યુ છે શરીર પર ઇજાના કોઇ નિશાન મળ્યા નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.