સાબરકાંઠા જિલ્લામાં વાવઝોડાને લઈને નુકશાની અંગે વહીવટી તંત્રે મામલતદારો પાસેથી રીપોર્ટ મંગાવ્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં ગતરાત્રીએ ભારે પવન ફુંકાતા અનેક જગ્યાએ નુકસાન સામે આવ્યુ છે. ત્યારે હિંમતનગરના પાંચબત્તી વિસ્તારમાં પતરાથી કોર્ડન કરવામાં આવ્યા હતા. તે પતરા પવનમાં ઉડીને જમીન દોસ્ત થયા હતા. એક તરફનો માર્ગ પણ બંધ કરવામાં આવ્યો હતો. શહેરના ટાવરથી મહાવીર નગર જતા રેલવે ઓવરબ્રિજ પર લગાવેલો વીજ થાંભલો જીવનું જોખમ બન્યો છે.

વાવાઝોડાને લઈને વીજ થાંભલ નમી પડતા મોટી ઘટના સર્જાઈ શકે છે. હિંમતનગરના લાલપુર નજીક મેમન સમાજવાડીમાં ભોજન સમારંભ યોજાયો હતો. જેમાં વાવાઝોડાને લઈને પથ્થરનો ગેટ પડતા એક કાર અને બાઈકને નુકસાન થયું હતું. તો એક મહિલાને નાની મોટી ઈજાઓ થઇ હતી. આ ઉપરાંત હિંમતનગરની વાત કરીએ તો અનેક જગ્યાએ બેનર, બોર્ડ, ઝાડ અને મોતીપુરા વિસ્તારમાં રોડ પર લોખંડના બેરીકેટ મુકાયા હતા. તે પણ આડા પડી ગયા આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે નુકસાન થયું હતું.

પ્રાંતિજ સહિત તાલુકામા આઠથી દશ વિજપોલ ધરાશાયી થયા હતા. પ્રાંતિજ તાલુકામાં ઉછામાં વુક્ષ ધરાશાયી થતા વિજપોલ ઉપર પડતા વિજપોલ પડી ગયો હતો. તો નનાનપુર ખાતે જીલાજી દાનાજી ચૌહાણના મકાનનો આખો શેડ ઉડ્યો હતો. કમોસમી વરસાદને લઈને બાજરી, મગફળી, જુવાર, સહિતના તૈયાર થયેલા પાકને નુકસાનની ભીતી સેવાઈ રહી છે. ઈડરના પોશીનામાં વાવાઝોડાને લઈને વીજ થાંભલો અને લીમડાનું ઝાડ ટ્રેક્ટર પર પડ્યુ હતું. જેને લઈને ટ્રેક્ટર અને ટ્રોલીને નુકસાન થવા પામ્યું હતું. તો ઈડરમાં રાત્રીના સમયે ભારે પવન સાથે કમોસમી વરસાદથી મકાનો વૃક્ષો તેમજ લાઈટના થાંભલા ધરાશાઈ થયા હતા.

ઈડર પોલીસ મથકે વૃક્ષ ધરાશાઈ થયું ત્યારે ડીવાઈડર વચ્ચે લાગેલા લાઇટનાં થાંભલા ધરાશાઈ થયા હતા. ઇડર કુંડ વિસ્તારમાં મકાનોના છાપરા ઉડ્યા જેને લઈને રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.તો જિલ્લાના આઠ તાલુકાના તાલુકા મથકે અને ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડાની અસર જોવા મળી છે. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા દરેક તાલુકાના મામલતદારોને નુકશાની અંગેના રીપોર્ટ કરવા જાણ કરાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.