
પ્રાંતિજના રામપુરા-સોનાસણ રોડ પર આવેલા ખીજડાવાળા વહાણવટી માતાજીનો 22મો પાટોત્સવ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રામપુરા-સોનાસણ રોડ પર આવેલા પૌરાણિક ખીજડાવાળા વહાણવટી માતાજીનો બાવીસમો પાટોત્સવ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે હજારોની જનમેદની વચ્ચે સંપન્ન થયો હતો.
આ પ્રસંગે ભવ્ય હોમાત્મક યજ્ઞ, મહાપૂજા, મહાઆરતી, મહાપ્રસાદ અને રાજભા ગઢવીના ડાયરાનું આયોજન વહાણવટી માતાજી વિકાસ ટ્રસ્ટના ટૃસ્ટીગણ દ્વારા કરવામાં આવ્યા હતા. યજ્ઞના મુખ્ય યજમાન પોગલુ શૈલેષ બી.પટેલ હતા. સાથે બીજા 10 યજમાનો યજ્ઞમાં જોડાઈને લાભ લીધો હતો. જ્યારે મહાપ્રસાદના દાતા કાબોદરી ગામના ધવલ અરવિંદભાઈ નાયીએ માતાજીના ઉત્સવમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. મા વહિવટી માતાજીના પૌરાણિક ધામોને અલૌકિક રોશનીથી શણગારવામાં આવ્યા હતા. આબેહૂબ માતાજી પ્રસંગમાં આર્શીવાદ આપવા આવ્યા હોય એવો અહોભાવ ઊભો થયો હતો.
અસંખ્ય લોકોએ માતાજીના બાવીસમા પાટોત્સવની ઉજવણીના વિવિધ ધાર્મિક કાર્યક્રમો જોડાઈને ધન્યતાના અનુભવ સાથે માતાજીના આર્શીવાદ મેળવ્યા હતા. મહાપ્રસાદનું પણ સુંદર આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું. માતાજીનો જયજયકાર બોલાવ્યો હતો. આ પ્રસંગમાં કાર્યક્રમને સફળ બનાવવામાં સેવા આપનારા તમામ સેવકો ભક્તો પંથકજનનોનો વહાણવટી વિકાસ ધામ ટ્રસ્ટ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. મા વહાણવટી માતાજીના જયજયકાર સાથે કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન થયો હતો.