
હિંમતનગરમાં 224મી જલારામ જન્મજયંતીએ ભવ્ય અન્નકૂટ અને કેક કાપી ઉજવણી કરાઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં જલારામ બાપાની 224મી જન્મ જયંતની ધામધૂમપૂર્વક રીતે ઉજવણી કરવામાં આવી હતી. જલારામ મંદિરથી શોભાયાત્રા નીકળીને શહેરમાં ફરીને પરત મંદિરે સમાપન થઈ હતી. ત્યાર બાદ વાનગીઓનો અન્નકૂટ ધરાવીને આરતી કરી હતી. જલારામ બાપના જન્મ દિવસે ભક્તે કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરમાં ડેમાઈ રોડ પર આવેલા જલારામ મંદિર ખાતે 224 જલારામ જયંતીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. જલારામ મંદિરેથી સવારે બેન્ડવાજા સાથે શોભાયાત્રા નીકળી હતી. જે ખેડ તસીયા રોડ થઈને મહાવીરનગરમાં પંચદેવ મંદિરે થઈને વિસ્તારના માર્ગો પર ફરીને પરત જલારામ મંદિરે આવી હતી.