
હિંમતનગરમાં ખેતરના કુવામાંથી વિધાર્થીનો મૃતદેહ મળ્યો
હિંમતનગરના જામળા ગામમાં રહેતા લાડુ મારવાડી ગામમાં રહીને ખેતમજુરી કરતો હતો. તો તેમનો દીકરો જીતુ એ ગામમાં આવેલા લીમ્બાચીયા દિવાળીબેન નાથાભાઈ હાઇસ્કુલમાં ધો 9થી અભ્યાસની શરૂઆત કરી હતી અને હાલમાં ધો. 11માં અભ્યાસ કરી રહ્યો હતો. બે દિવસ પહેલા ઘરેથી ગામમાં જઈ આવવાનું કહીને ગયો હતો. જે સાંજે ઘરે આવ્યો ન હતો. જેને લઈને તેના પરિવાર અને પાડોશીઓએ શોધખોળ શરુ કરી હતી. તે દરમિયાન ગુરુવારે સવારે જામળાથી કાણીયોલ રોડ પર આવેલા નરેશ પટેલના ખેતરના કુવામાંથી મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. જેને લઈને ગામના સરપંચ મહેન્દ્રસિંહે હિંમતનગર ગ્રામ્ય પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી.
હિંમતનગર ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી કુવામાંથી 17 વર્ષીય ધો.11માં અભ્યાસ કરતા વિધાર્થી જીતુ મારવાડીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. તો બીજી તરફ હિંમતનગર ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળે આવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલમાં ખસેડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.