સ્ટેટ મોનીટરીંગ સેલે : સ્મશાન પાસે રેડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે નવ શખ્સોને પાંચ વાહનો સાથે ઝડપી લીધા

સાબરકાંઠા
સાબરકાંઠા

તલોદ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા નવ અને વિદેશી દારુ આપનારા ફરાર સહિત 10 સામે ગુનો નોંધાવ્યો હતો અને રૂ. 3.59 લાખનો મુદ્દામાલ સોંપ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના હરસોલમાં ગઈકાલે બપોરના સમયે SMC સ્મશાન પાસે રેડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે નવ શખ્સોને પાંચ વાહનો સાથે ઝડપી લીધા હતા

હાલમાં તલોદ આસપાસ સહિત સાબરકાંઠા જિલ્લામાં વિદેશી દારૂનું વેચાણ વધી ગયું છે. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રવિવારે બપોરના સમયે તલોદના હરસોલમાં સ્મશાન પાસે રેડ કરી હતી. જ્યાં SMCને સ્થળ પર જ વિદેશી દારુનું વેચાણ UPI QR CODE સ્કેનર દ્વારા થતું જોવા મળ્યું હતું. ત્યારબાદ પાણીના જગ એટલે કે બેસીને મજા માણી શકો તેવી સ્મશાન નજીક બાર જેવું જોવા મળ્યું હતું.

SMC UPI QR CODE સ્કેનર,પાણીનો જગ, પાંચ ટુવ્હીલર રૂ 2,40,000, રોકડા રૂ 15,700, 10 મોબાઈલ રૂ 55,500, વિદેશી બોટલ 326 રૂ 48,035 મળી કૂલ રૂ 3,59,435નો મુદ્દામાલ કબજે લીધો હતો. SMC વિદેશી દારુ વેચનાર અને વેચનારના ભાગીદાર બુટલેગર સહિત નવ શખ્સોને ઝડપી લીધા હતા. હિંમતનગરથી તલોદ વિદેશી દારુ આપનાર ફરાર સહિત 10 સામે તલોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.

નવ શખ્સોને ઝડપી લીધા

1.નરેશસિંહ પ્રતાપસિંહ સોલંકી(રહે.વસ્તાજીના મુવાડા,તા.તલોદ)-મુખ્ય દારુ વેચનાર લીસ્ટેડ બુટલેગર

2.અજયસિંહ મહેન્દ્રસિંહ ઝાલા(રહે.સવાપુર, તા.તલોદ)દારુ વેચનારનો ભાગીદાર લીસ્ટેડ બુટલેગર

3.કિરીટસિંહ સરદારસિંહ ઝાલા(રહે.સવાપુર તા.તલોદ)

4.નારસિંહ વજેસિંહ સોલંકી(રહે.વસ્તાજીના મુવાડા, તા.તલોદ)

5.જયદીપસિંહ ઉમેદસિંહ ઝાલા(રહે.મગુના,તા.મહેસાણા)

6.અજીતસિંહ મોહમદમિયા પરમાર (રહે.હરસોલ કસ્બા તા.તલોદ)

7.ઝહિર મોહમદમિયા શેખ (રહે.મુસ્લિમ ફળી,તાજપુરી કેમ્પ, તા.તલોદ)

8.ખોડસિંહ દીપસિંહ સોલંકી(રહે.સુલ્તાનપુર, તા.તલોદ)

9.મનુસિંહ કેસરીસિંહ ઝાલા (રહે.રખિયાલ,તા.દહેગામ,જિ.ગાંધીનગર)

ફરાર આરોપી
1.ધવલ S/O સુમંતભાઈ જયસ્વાલ(હિંમતનગર)-વિદેશી દારુ આપનાર


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.