વિજયનગરના લક્ષ્મણપુરા પાસે બે હોટલમાં થી સ્ટેટ મોનિટરિંગ સેલ એ 165 બોટલ સાથે બે શખ્સોને ઝડપી લીધા
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના લક્ષ્મણપુરા પાસે બે અલગ અલગ હોટલમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ એ રેડ કરીને 165 બોટલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા અને 6 શખ્સો સામે ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.
આ અંગે SMCમાંથી મળતી માહિતી મુજબ વિજયનગર તાલુકાના પાલ પાસે આવેલ લક્ષ્મણપુરા નજીક બાતમીના આધારે આયુષ હોટલમાં રેડ કરીને 141 વિદેશી દારૂની બોટલ રૂ 29,835નો મળી આવ્યો હતો. જે રોકડ રૂ. 270, બે મોબાઈલ રૂ. 5500 મળી કૂલ રૂ. 35,605નો મુદ્દામાલ SMC એ કબજે લઈને વિજયનગર તાલુકાના ગાડી ગામે ગ્રામ પંચાયતની સામે રહેતા દિનેશ લક્ષ્મણભાઈ નીનામાને ઝડપી લીધો હતો. જ્યારે વિજયનગરના લક્ષ્મણપુરામાં આવેલ અલંકાર હોટલમાં સ્ટેટ મોનિટરિંગ સેલ બીજી રેડ કરી હતી. જેમાં વિદેશી દારૂની 24 બોટલ રૂ 5264, એક મોબાઈલ રૂ 5000 અને એક બાઈક રૂ 10,000 મળીને કૂલ રૂ 20,664નો મુદ્દામાલ કબજે લઈને વિજયનગરના લક્ષ્મણપુરામાં ડામોરવાસમાં રહેતા રમેશભાઈ લીમ્બાજી ડામોરને ઝડપી લીધા હતા.
વિજયનગરના ચિઠોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ બાતમી આધારે આયુષ અને અલંકાર હોટલમાં રેડ કરીને 165 બોટલ સાથે બે હોટલમાંથી બે શખ્સોને ઝડપી લીધા હતા. ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા અને ફરાર ચાર મળી 6 સામે ગુનો નોધાવ્યો હતો.
પકડાયેલા આરોપી
1.દિનેશ લક્ષ્મણભાઈ નીનામા (રહે.ગ્રામ પંચાયત સામે,ગાડી,તા.વિજયનગર,જી.સાબરકાંઠા)
2.રમેશ લીમ્બાજી ડામોર(રહે.ડામોર વાસ,લક્ષ્મણપુરા,તા.વિજયનગર,જી.સાબરકાંઠા)