
હિંમતનગર શહેરમાં વક્તૃત્વ અને ડિબેટ સ્પર્ધા યોજાઈ
હિંમતનગર રોટરી કલબ દ્વારા આજે પોદાર સ્કૂલમાં કલા એક ખોજ અંતર્ગત વક્તૃત્વ ડિબેટ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં શહેરની અલગ અલગ શાળાઓના 109થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર રોટરી કલબ દ્વારા શહેરની વિવિધ શાળાઓમાં શિક્ષકોનો સંપર્ક કરી વિવિધ શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, સંગીત સ્પર્ધા, વક્તૃત્વ સહિતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
14 સપ્ટેમ્બરને સોમવારથી 19 સપ્ટેમ્બર દરમિયાન સમૂહગાન, ચેસ ટુર્નામેન્ટ,નિબંધ સ્પર્ધા, ડિબેટ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, મહેંદી હરીફાઈ સાત શાળામાં 6 દિવસ દરમિયાન યોજાશે જેના ભાગ રૂપે કલા એક ખોજ 2023 કાર્યક્રમ અંતર્ગત મંગળવારે હિંમતનગરની બેરણા રોડ પર આવેલ પોદાર સ્કૂલમાં હિંમતનગર નાગરિક સહકારી બેંકના ચેરમેન હિરેનભાઇ ગોર, સાબરકાંઠા બિલ્ડર એસોસીએશનના પ્રમુખ હિતેષભાઇ પટેલ, રોટરી ક્લબના પ્રમુખ રમેશભાઈ પટેલ તથા પોદાર સ્કુલના આચાર્ય અવિનાશ ઓઝાની ઉપસ્થિતમાં વિદ્યાર્થીઓને ઉત્સાહ પૂર્વક વકૃત્વ ડિબેટ સ્પર્ધા યોજાઈ હતી.વક્તૃત્વ સ્પર્ધા અને ડિબેટ સ્પર્ધામાં ધોરણ 6,7,8 9,10 અને વક્તૃત્વ સ્પર્ધામાં ધોરણ 5,6,7,8 ના 109 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.ત્રણ કલાક બાદ વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.