હિંમતનગરના સરોલી ગામે વરઘોડામાં ઝઘડો કરવાનું ના કહેતા જમાઇએ યુવકને તલવાર મારી

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરના સરોલીમાં નીકળેલ વરઘોડામાં ઝઘડો ન કરવા જણાવતા શખ્સને ગામના જમાઇએ તલવાર ઉગામતાં કપાળના ભાગે વાગી જતાં ઇજાગ્રસ્ત થતાં છોડાવવા વચ્ચે પડેલ મહિલાને પણ અન્ય શખ્સે ધક્કો મારતાં ઇજાગ્રસ્ત થતા રૂરલ પોલીસ સ્ટેશનમાં બે જણાં સામે ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.20-02-22 નારોજ સરોલીમાં જસવંતસિંહ દિપસિંહ ચૌહાણના દીકરાનો લગ્નપ્રસંગ હોઇ અને તેની જાન જગતપુરા જવાની હોવાથી ફુલસિંહ કાન્તિસિંહ ચૌહાણ(રહે. સરોલી) ગયા હતા અને સાંજે પરત આવ્યા બાદ ગામમાં સુરેશસિંહ કેશરસિંહ ચૌહાણનો વરઘોડો નીકળેલ હોઇ ત્યાં ગયા હતા અને જગતપુરામાં જાનમાં ગામના છોકરાઓ વચ્ચે બોલાચાલી થયેલ હોય ત્યાં ઉભા રહેલ છોકરાઓને જાનમાં ઝઘડો કર્યો હતો તે અહીં વરઘોડામાં કોઇ કરતા ન કહેતા ગામના રણજીતસિંહ ચૌહાણના જમાઇ યોગેશજી ગોવિંદજી વાઘેલા (રહે. સમૌ તા. માણસા જી. ગાંધીનગર) તું મને કોણ કહેવા વાળો છે કહી હાથમાંથી તલવાર ઉગમતા ફૂલસિંહે હાથ કરી રોકવા જતા તલવારનો આગળનો ભાગ કપાળના ભાગે વાગી જતાં લોહી નીકળવા લાગ્યુ હતુ જેથી નજીકમાંથી ફૂલસિંહના માસી જશીબેન ચૌહાણ છોડાવવા વચ્ચે પડતાં મહાવીરસિંહ રણજીતસિંહ ચૌહાણે આવી જઇ જશીબેનને ધક્કો માર્યો હતો. ફુલસિંહને સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.