
હિંમતનગરમાં SPGનો સ્નેહમિલન સમારોહ યોજાયો
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીએ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં મોડાસીયા કડવા પાટીદાર સમાજવાડીમાં ગત રાત્રે SPG દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજ ઉપસ્થિત રહ્યો હતો. તો SPGના રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થિતિમાં યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં અનામત આંદોલન બાદ સમાજમાં સક્રિયતા આવે, સરકાર પાસે પડતર માંગણીઓ અને લગ્નના કાયદામાં સુધારા અંગેની ચર્ચા કરવામાં આવી હતી.હિંમતનગરમાં સહકારી જીન પાસે આવેલ મોડાસીયા કડવા પાટીદાર સમાજવાડી ખાતે મંગળવારે રાત્રે સરદાર પટેલ સેવાદળ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણીએ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ સહીત હોદ્દેદારો અને પાટીદાર સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. સ્નેહમિલનની શરૂઆતમાં SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલનું ઢોલ નગારા સાથે સ્વાગત કરીને કાર્યક્રમ સ્થળે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રાર્થના અને દીપ પ્રગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરફેક્ટ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ સ્વગત ગીત રજૂ કર્યું હતું.
આ સ્નેહ મિલનને સંબોધન કરતા SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિતે SPG દ્વારા દર વર્ષે અમે અલગ અલગ જિલ્લાઓમાં સરદાર પટેલ જન્મ જયંતીનો ઉત્સવ કરતા હોઈએ છીએ. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજે સરદાર પટેલ જન્મ જયંતીના દિને કાર્યક્રમ કર્યો છે. તો અનામત આંદોલન પછી બધા નિષ્ક્રિય થઈ ગયેલા હતા જેને લઈને સમગ્ર પાટીદાર સમાજમાં ફરીથી ચેતનાને જ્યોત જાગે સક્રિય થઈ પાટીદાર સમાજની જે માંગણી હજી પણ સરકાર જોડે બાકી છે એ પણ પૂરી કરવાની છે. જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે. જેને ધારાસભ્યો અને સાંસદના સમર્થન લેવાની કાર્યવાહી હાથ ધરી છે. મોટાભાગના ધારાસભ્યો અને સંસદ સભ્યોને લેટર આવી પણ ગયા છે. તો કાયદામાં સુધારો થાય અને દીકરીઓ બચાવવાનું કામ એસપીજી કરી રહ્યું છે.આજે સાબરકાંઠા જિલ્લાની અંદર પણ દીકરીઓ ભાગવાના બનાવો બની રહ્યા રહ્યા છે. દરેક સમાજને સર્વ સમાજની દીકરીઓ બચાવવાનું કામ અહીંથી આરંભ કરી રહ્યા છીએ. આજે સરદાર પટેલ જન્મ જયંતીએ તમામ આગેવાનો દ્વારા અને એસપીજીના આજીવન મેમ્બરો જે વ્યક્તિ અમારી કોઈપણ પરિવારને કે સમાજને જ્યારે જરૂર પડતી હોય છે ત્યારે એસપીજીના તમામ સભ્યો દ્વારા અમે આર્થિક પણ મદદ કરતા કરીએ છીએ. તો આનો મેસેજ દરેક પાટીદાર સુધી પહોંચે એટલા માટે અમે હિંમતનગર ખાતે આજે એસપીજીનું સ્નેહમિલન રાખેલું છે. રાજ્યમાં અમે 15થી 20 ધારાસભ્યો અને 4 સાંસદનું સમર્થન હાલમાં મળ્યું છે અને અગામી સમયમાં કાર્યવાહી ચાલી રહી છે.ગુજરાતના તમામ સમાજો સાથે સંપર્ક કરી કાયદાકિય લડત આપવા માટે 70 સમાજ સાથે મળીને 21 સભ્યોની કમિટી બનાવવા માટેની તૈયારીઓ કરવામાં આવી છે. લગ્ન માટે માતા-પિતાની સહમતી ફરજીયાત કરવા માટે કાયદામાં સુધારા કરવા માટે રજૂઆત કરાશે. પાટીદાર અનામત આંદોલન સમયે સરકાર દ્વારા જાહેર કરેલી માંગણીઓ માટે પણ સરકારમાં રજૂઆત કરવામાં આવશે અને આંદોલન સમયે થયેલા કેસો પાછા ખેંચવાની વાત સરકારે જાહેર કરેલ હતી, પરંતુ હજુ કેટલાક કેસો ચાલી રહ્યા છે તે કેસો પાછા ખેંચવા સાથે જ આંદોલનમાં શહીદ થયેલાના પરિવારને નોકરી આપવા જેવી પડતર માંગણીઓ માટે પણ સરકાર સામે લડત આપવામાં આવશે.