
હિંમતનગરની વિશ્વાસપાર્ક સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા
હિંમતનગરના ગાયત્રી મંદિર નજીક વિશ્વાસ પાર્ક સોસાયટીમાં રહેતા અને દવાની કંપનીમાં નોકરી કરતા અમિતભાઈ શ્રવણભાઈ પ્રજાપતિ ગત રોજ 29 જાન્યુઆરીના રોજ ઘર બંધ કરી લગ્ન પ્રસંગમાં ગયા હતા. દરમિયાન રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ મકાનના દરવાજાનો નકુચો તથા ઇન્ટરલોક તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં આવેલી તિજોરીમાંથી સોનાની બુટ્ટી આશરે એક તોલાની કિંમત રૂપિયા 50 હજાર તથા સોનાની વીંટી આશરે ચાર ગ્રામની કિંમત રૂપિયા 20 હજાર તથા સોનાની ચુની આશરે 2500 તથા રોકડ રકમ રૂપિયા 1 લાખ 45 હજાર મળી કુલ રૂપિયા 2 લાખ 17 હજાર 500ના મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ચોરી અંગે અમિત પ્રજાપતિએ હિંમતનગર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.