હિંમતનગરમાં સરદાર વલ્લભભાઇ પટેલની 149મી જન્મજયંતીની ઉજવણી કરી

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરમાં ટાવર ચોક ખાતે આજે SPG,BJP,CONG,નગરપાલિકા અને ત્રિવેણી હાઈકુલના વિધાર્થીઓએ સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતીએ ફૂલહાર, સુતરની આંટી અર્પણ કરી સુત્રોચાર કરી ઉજવણી કરી હતી.સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી છે અને જન્મજયંતીએ રાષ્ટ્રીય એકતા દિવસ મનાવવામાં આવે છે. ત્યારે હિંમતનગરના ટાવર ચોકમાં મંગળવારે સવારે સરદાર પટેલ સેવા દળના હોદ્દેદાર અને કાર્યકર્તાઓએ પ્રતિમાને ફૂલહાર પહેરાવ્યા હતા. ત્યાર બાદ હિંમતનગરના મહેતાપુરામાં આવેલી શ્રી ત્રિવેણી વિદ્યાલયના શંભુભાઈ ભટ્ટ, શિક્ષિકા, શિક્ષક અને વિધાર્થીઓ દ્વારા પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, અમૃત પુરોહિત વિવિધ સમિતિના ચેરમેન, સદસ્યો, ઉપરાંત હિંમતનગર શહેર ભાજપના પ્રમુખ વાસુદેવભાઈ રાવલ, મંત્રી જયેશભાઈ પટેલ સહીત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ, પ્રદેશ ઉપાધ્યક્ષ કુ.કૌશલ્યાકુવરબા, કાજલ દોશી, નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલ રાજેન્દ્રસિંહ ચૌહાણ સહિત પાલિકાના વિવિધ સમિતિના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહીને સારવાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતીએ ફુલહાર અર્પણ કરી સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહોના નારા લગાવ્યા હતા.


હિંમતનગરના ટાવર ચોકમાં કોંગ્રેસ દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આંટી અને ફુલહાર પહેરાવ્યા હતા. જેમાં ગુજરાત પ્રદેશ મંત્રી અશોકભાઈ પટેલ, ટી.વી.પટેલ, જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ચંદ્રસિંહ ઝાલા, પ્રદેશ મહિલા કોંગ્રેસ મંત્રી કમળાબેન પરમાર જિલ્લા મહિલા પ્રમુખ જ્યોતિબેન દવે જિલ્લા ફરિયાદ સેલના ચેરમેન કુમાર ભાટ, રણછોડભાઈ પરમાર, ઈશ્વરસિંહ મહેન્દ્રસિંહ ઠાકુર, ઈશાખભાઈ શેખ અને મહેશભાઈ પરમાર ઉપસ્થિત રહીને સરદાર વલ્લભભાઇ પટેલ અમર રહોના નારા લગાવ્યા હતા. બીજી તરફ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં 31 ઓક્ટોબર મંગળવારના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઇન્દિરા ગાંધીજીના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.