સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના નવા ચાર કેસ નોંધાયા

સાબરકાંઠા
સાબરકાંઠા 53

રખેવાળ ન્યુઝ સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંર્ક્મણના નવા ત્રણ કેસ નોંધાયા. હિંમતનગરના ૪૦ વર્ષિય પુરૂષ , પોશીના તાલુકાના લાંબડીયાનો ૬૯ વર્ષિય વૃધ્ધ, ખેડબ્રહ્મા તાલુકાના ચાંપલપુરનો ૧૮ વર્ષિય યુવક તેમજ કુવૈતથી આવેલ વિજયનગરના ૩૯ વર્ષિય પુરૂષનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લામાં કોરોનાના કુલ ૨૮ કેસ નોંધાયા.
કોરોના પોઝીટીવના દર્દીના સંપર્કમાં આવેલા અને શંકાસ્પદ લોકોના સેમ્પલના રીપોર્ટ શુક્રવારે મોડી સાંજે ત્રણ તથા શનિવારે એક રીપોર્ટ આવ્યા હતા. જેમાં ચાર નવા કેસ સામે આવ્યા હતા. જેમાં હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષિય પુરૂષ તેમજ પોશીના તાલુકાના લાંબડિયાના ૬૯ વર્ષિય વૃધ્ધ, ખેડબ્રહ્મા તાલુકાના ચાંપલપુરનો ૧૮ વર્ષિય યુવકનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૂળ વિજયનગરના વતની જે કુવૈતથી પરત ફરેલ હતા અને અરવલ્લીના મોડાસા ખાતે ક્વોરન્ટાઇન હતા તેમનો કોરોના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો.
જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યુ હતુ કે, હાલ સાબરકાંઠામાં કોરોનાના ૨૮ દર્દીઓ તેમજ અન્ય જિલ્લાના ૪ દર્દી નોંધાયા છે. જેમાં અમદાવારના ૩ દર્દી અને ૧ મહિસાગરનો દર્દી છે.
આમ અત્યાર સુધી સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના ૩૨ દર્દી નોંધાયા છે. જે પૈકિ ૪ દર્દી અન્ય જિલ્લાના છે. ૧૦ દર્દી સાજા થઈને ઘરે ગયા છે. તેમજ કોરોના બે દર્દીનુ દુઃખદ અવસાન થયુ છે. હાલ જિલ્લાના ૧૬ દર્દી સારવાર હેઠળ છે જેમાં એક બાળકનો સમાવેશ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.