સાબરકાંઠા પોલીસે 2 યુવતી સહિત વધુ ચારની અટકાયત કરી, 34.10 લાખ રિકવર કર્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

પેપર લીક કાંડમાં પોલીસ ધીમે ધીમે પત્તા ખોલી રહી છે અને પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઇઝરે જયેશ પટેલ સિવાય અમદાવાદના એક શખ્સને પણ પ્રશ્નપત્ર આપ્યુ હોવાનો ઘટસ્ફોટ કર્યો છે ત્યારે પેપર લીક પ્રકરણમાં હજુ સાબરકાંઠા જિલ્લામાં જ તપાસ ચાલી રહી છે. અમદાવાદ પંથક બાકી છે કદાચ, આવું પહેલી વાર બની રહ્યું છે કે મુખ્ય સૂત્રધારની સંખ્યા પ્રતિદિન વધી રહી છે ! પોલીસે દીપક અને જયેશ પટેલના ઘરેથી કુલ રૂ.34.10 લાખ રીકવર કરવા સહિત બુધવારે સાંજે સમગ્ર પ્રકરણને ઉજાગર કરનાર યુવરાજસિંહનું નિવેદન લીધું હતું.

સા.કાં. પોલીસે અત્યાર સુધીમાં પેપર લીક પ્રકરણમાં 14 શખ્સોની અટકાયત કરી છેે. પોલીસની પૂછપરછ દરમિયાન બહાર આવેલ વિગતો અંગે માહિતી આપતા સા.કાં. એસ.પી. નીરજ બડગૂજરે જણાવ્યું કે પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઇઝર કિશોર કાનદાસ આચાર્યની પૂછપરછ દરમિયાન તેણે એક પેપર દાંનાભાઈ ઉર્ફે કાનાભાઈ ખોડાભાઈ ડાંગર (ભરવાડ) (હાલ રહે.સોલા અમદાવાદ)ને આપ્યુ હોવાનંુ કબૂલતા દાનાભાઈને સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી હિંમતનગર લવાયો છે.

કુલદીપની પૂછપરછ દરમિયાન તેણે પ્રતિ પરીક્ષાર્થી રૂ.50 હજાર કમિશન આપવાનુ કેયુર એસ.પટેલ (રહે.હિંમતપુર તા.ઈડર) સાથે નક્કી કર્યાંનુ અને કૃપાલી સુરેશભાઈ પટેલ (રહે. ભૂવેલ તા.ઇડર) તથા હિમાની વિનુભાઈ દેસાઈ (રહે. કડિયાદરા તા. ઇડર)ને રૂ.5-5 લાખ નક્કી કરી પોતાના ઘરે પેપર સોલ કરાયાનુ કબૂલતા ત્રણેયને પકડી લેવાયા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે રિમાન્ડ દરમિયાન દીપક પટેલના ઘરેથી રૂ.14.10 લાખ અને જયેશ પટેલના ઘેરથી રૂ.20 લાખ મળી કુલ રૂ.34.10 લાખ બે દિવસમાં રિકવર કરાયા છે.

પોલીસે બે યુવતી સહિત ચારેયને વધુ પૂછપરછ માટે રિમાન્ડ માટે કોર્ટમાં પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરતા દાનાભાઈ ઉર્ફે કાનાભાઈ ડાગરના તા. 27 /12 /2021 નારોજ 11 વાગ્યા સુધીના રીમાન્ડ મંજૂર કરાયા હતા. જ્યારે અન્ય ત્રણના રિમાન્ડ નામંજૂર કરતાં તેમની જામીન અરજીની ગુરુવારે સવારે સુનાવણી કરાશે. પોલીસના ખૂલાસા બાદ એક વાત સ્પષ્ટ થઈ છે કે પેપર માત્ર જયેશ પટેલે લીક કર્યું ન હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.