Home / News / આંગડિયા કર્મચારીના ખૂન કેસમાં સાબરકાંઠા એલસીબી ટીમે વધુ ૭ આરોપી ઝડપ્યા
આંગડિયા કર્મચારીના ખૂન કેસમાં સાબરકાંઠા એલસીબી ટીમે વધુ ૭ આરોપી ઝડપ્યા
રખેવાળ ન્યુઝ હિંમતનગર : ખેડબ્રહ્મામાં ગત દિવસોએ આંગડીયા કર્મચારીનું ફાયરીંગ કરી ખુન કરવાના કેસમાં ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. જેમાં તે આરોપીઓ મધ્યપ્રદેશથી ગેરકાયદેસર હથિયારો લાવી ગુજરાતમાં વેચાણ કરતાં હોવાનું કબૂલ્યું હતુ. જાેકે લૂંટ વિથ મર્ડરના કેસમાં એસપીની સતત સુચના અને માર્ગદર્શનથી એલસીબીએ ટીમો બનાવી વધુ આરોપીઓને ઝડપી લેવા કવાયત શરૂ કરી હતી. આ દરમ્યાન અગાઉ ઝડપાયેલા આરોપીઓની પુછપરછ કરતાં વધુ સાત ઇસમોને ટીમે ઝડપી પાડ્યા છે. આ સાથે તેમની પાસેથી ૩પિસ્તોલ અને ૨ કારતુસ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા એલસીબીની ટીમે ૭આરોપીઓને ૩ પિસ્તોલ અને ૨ કારતુસ સાથે દબોચ્યાં છે. પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા, ગાંધીનગર અને સાબરકાંઠા એસપી ચૈતન્ય માંડલીકે આ કેસ બાબતે સતત સુચના અને માર્ગદર્શન આપી કાર્યવાહી કરવા કહ્યું હતુ. આ તરફ નાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારી અને એલસીબી પીઆઈ એમ.ડી.ચંપાવતના સીધા માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.યુ.મુરીમા, જે.પી.રાવ અને એ.વી.જાેષી અને તેમની ટીમ સહિતનાએ કાર્યવાહી કરી છે. સૂત્રોએ જણાવ્યું હતુ કે, એલસીબીની ટીમે અગાઉ ઝડપાયેલા પાંચેય આરોપીઓને એકસાથે પુછપરછ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જે આધારે મહેસાણાના નાગલપુરથી એક પિસ્તોલ કિ.રૂ.૫૦,૦૦૦ સાથે ઇસમ, બનાસકાંઠાના ભાભરના બલોધર ગામેથી એક પિસ્તોલ કિ.રૂ.૫૦,૦૦૦ સાથે ઇસમ, મહેસાણાના બેચરાજીથી એક પિસ્તોલ કિ.રૂ.૫૦,૦૦૦ અને ૨ કારતુસ કિ.રૂ.૬૦૦ મળી કુલ કિ.રૂ.૧,૫૦,૬૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ સાથે મહેસાણા અને બનાસકાંઠા જીલ્લામાંથી કુલ ૭ આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.