સાબરકાંઠામાં ફ્રી એપ ડાઉનલોડ કરાવી, ૪.૯૭ લાખની છેતરપિંડી કરી

સાબરકાંઠા
સાબરકાંઠા 259

ગુજરાતમાં અને દેશમાં કોરોનાના કેસ કૂદકેને ભૂસકે આગળ વધી રહ્યા છે. આ સાથે આર્થિક દર્ષ્ટિએ પણ ઘણા લોકો પાઇમાલ બની ગયા છે. આ સાથે દિનપ્રતિદિન ચોરીના કિસ્સાઓ સામે આવતા જોવા મળે છે. અને ઓનલાઇન લોકોની છેતરપિંડી વધતા આમ લોકોને ચિંતાનો વધારો જોવા મળ્યો છે. આવી જ રીતે સાબરકાંઠા જીલ્લામાં છેતરપિંડીનો એક કિસ્સો સામે આવ્યો છે.

સાબરકાંઠામાં એક વૃદ્ધ સાથે ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભેજાબાજ શખ્સોએ વૃદ્ધાનું બેંક એકાઉન્ટ મેળવી રૂપિયા ૪.૯૭ લાખની ઓનલાઈન છેતરપીંડી કરી હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે સાબરકાંઠાના વૃદ્ધાને ખોટી એપ મારફતે ફોસલાવીને છેતરપીંડીના ભોગ બનાવાયા છે. આ ઘટના સંદર્ભે છેતરપીંડીની ફરિયાદ બી ડિવીઝન પોલીસમાં નોંધાઈ છે.

મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠાના એક વૃદ્ધા સાથે ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં હિમતનગરના બ્રહમાણીનગરના વૃદ્ધ સાથે ઓનલાઈન રૂપિયા ૪.૯૭ લાખ મેળવી લઈ છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે ટાટા સ્કાયની ફ્રી ચેનલ માટે એપ ડાઉનલોડ કરાવી બેંક એકાઉન્ટની વિગતો મેળવી હતી. ભેજાબાજોએ વૃદ્ધને છેતરવા માટે ખોટી એપ મારફતે છેતરપિંડી આચરતા બી ડીવીઝન પોલીસે ફરીયાદ નોંધાવી છે. પોલીસ ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.