
સાબરકાંઠા જિલ્લા વાસીઓએ 100મો એપિસોડ રેડિયો, ટીવી, મોબાઈલના માધ્યમથી ઉત્સાહપૂર્વક સાંભળ્યો
સાબરકાંઠા જિલ્લામાં રવિવારે જિલ્લાના આઠ તાલુકામાં ભાજપ સંગઠનના હોદ્દેદારો, તબીબો, પોલીસ વિભાગ, ખેડૂતો અને પ્રજાજનોએ અલગ અલગ સ્થળે રેડિયો, ટીવી અને મોબાઈલના માધ્યમથી વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમને 100માં એપિસોડને ઉત્સાહપૂર્વક સાંભળ્યો હતો.
સાબરકાંઠામાં વિવિધ બુથ સિવાય, ચાર્ટર્ડ એકાઉન્ટ, ડોક્ટરો, ઉદ્યોગપતિ, વેપારી, વકીલ, મહિલા મંડળ, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. ઉપરાંત સાબરકાંઠા જિલ્લામાં 1323 બુથ તેમજ 213 શક્તિ કેન્દ્ર ઉપર કાર્યક્રમ યોજાયો હતો. હિંમતનગરમાં નગરપાલિકાના વોર્ડ નં. 2માં ધારાસભ્ય વી.ડી. ઝાલા, સાબરકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી, સદસ્યો, કાર્યકરો, બુથના શ્રેષ્ઠીઓ વગેરે રહી મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. તો તમામ વોર્ડમાં બુથો પર પાલિકા સદસ્યોએ હોદ્દેદારોના ઘરે મન કી બાત સાંભળી હતી.
ઇન્ડિયન મેડીકલ એસોસીએસન ગુજરાત સ્ટેટ બ્રાંચના માર્ગદર્શન હેઠળ IMA હિંમતનગર બ્રાન્ચે વિવિધ જગ્યાએ ઉત્સાહપૂર્વ IMA હિંમતનગર સર્વે તબીબો, GMERS મેડીકલ કોલેજના તબીબો, તબીબી વિધાથીઓ ઉપસ્થિત રહીને ભાગ લીધો હતો અને મન કી બાત સાંભળી હતી. હિંમતનગરમાં વિવિધ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ, જીઆરડી, પોલીસ અધિકારીઓ અને કર્મીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 100માં એપિસોડની મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. હિંમતનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં PSI ડી.સી. પરમાર, વી.આર. ચૌહાણ તથા સ્ટાફ પણ જોડાયો હતો.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર કંપા ખાતે મહેન્દ્ર પટેલના ચીકુના ફાર્મ ઉપર બાગાયત ખેતી કરતા ખેડૂતો દ્વારા પ્રધાનમંત્રીનો મન કી બાત કાર્યક્રમ રેડિયો તેમજ મોબાઈલ મારફતે નિહાળવામાં આવ્યો હતો. આ ઉપરાંત ચોરી વાડ તથા પોશીના ખાતે બાગાયત ખેતી કરતા ખેડૂતો ભેગા મળી કાર્યક્રમને સાંભળ્યો હતો. વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી મન કી બાતને ઉત્સાહપૂર્વક સાંભળી અનુકરણ કરવાના સંકલ્પ સાથે ખેડૂતો ભેગા મળ્યા હતા.