સાબરકાંઠાઃ માસ્ક નહી પહેરતાં સામે એક જ દિવસમાં ૨.૫ લાખ દંડ વસૂલ્યો.

સાબરકાંઠા
સાબરકાંઠા

કોરોના મહામારી વચ્ચે સાબરકાંઠામાં માસ્ક બાબતે એક જ દિવસમાં અઢી લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. આમ છતાં લોકો બેદરકાર બની અને માસ્ક વિના ખુલ્લામાં ફરી રહ્યા છે. જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસનો કુલ આંક ત્રણસોને પાર થઇ ચુક્યો છે. જીલ્લામાં માસ્ક ન પહેરવા પર રૂપિયા ૨૦૦થી લઇ પાંચસો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવે છે. માત્ર એક જ દિવસમાં વહીવટીતંત્ર દ્વારા બે લાખ થી વધુનો દંડ લોકોને ફટકારવામાં આવ્યો છે.

સાબરકાંઠા જીલ્લામાં સતત વધી રહેલા કોરોના વાઇરસના કેસને કારણે તંત્ર હરકતમાં આવ્યું છે. જેથી માસ્ક પહેર્યા વીના નીકળેલા લોકો પર તંત્રએ લાલ આંખ કરી હતી. જેમાં તંત્ર દ્વારા એક જ દિવસમાં માસ્ક પહેર્યા વગરના લોકો પાસેથી અઢી લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. તંત્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમજ માસ્ક ન પહેરવા પર રૂપિયા ૨૦૦થી લઇ પાંચસો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવે છે.

લોકોમાં માસ્ક પહેરવા અંગે જાગૃતતા આવે અને કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવી શકાય તે માટે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. જેને લઇ આવા લોકો સામે કડક પગલા લઇને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. તેમજ લોકોને સાથે સાથે સોશિયલ ડિસ્ટન્શનું પાલન કરવા અંગે જણાવવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.