
હિંમતનગરમાં વરસાદી ઝાપટું સાબરકાંઠામાં ચાલુ વર્ષે ચોમાસામાં સરેરાશ 26 ઇંચ વરસાદ નોંધાયો
રાજ્યમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે. ત્યારે ભારે બફાર બાદ હિંમતનગર આજે સવારે વરસાદી ઝાપટું પડ્યું છે. આકાશ વાદળોથી ઘેરાયા છે. બીજી તરફ લાંબા સમય બાદ વરસાદ ધીમી ધારે શરુ થયો હતો. બે કલાકમાં ત્રણ આઠમાંથી ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તો સાબરકાંઠામાં ચાલુ વર્ષે ચોમાસામાં સરેરાશ 26 ઇંચ વરસાદ નોંધાયો છે.શ્રાવણ માસ પૂરો થયો છે અને ભાદરવો માસના પ્રથમ દિવસે હિંમતનગરમાં વહેલી સવારે ભારે બફારા બાદ અચાનક ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. અંદાજીત 15 મિનીટ વરસાદ વરસ્યો હતો. લાંબા સમય બાદ ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદી ઝાપટું પડ્યું હતું. તો હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી આપી છે. ત્યારે આકાશ વાદળોથી ઘેરાયું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં સવારે 8થી 10માં બે કલાકના સમયમાં આઠમાંથી ત્રણ તાલુકામાં 2 મીમીથી 8 મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં હિંમતનગર 3 મીમી, પ્રાંતિજમાં 8 મીમી અને તલોદમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો.
સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ચોમાસમાં સરેરાશ વરસાદ 75.11 ટકા એટલે કે સરેરાશ 26 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યારે ગત વર્ષે ચોમાસામાં 34 ઇંચ વરસાદ વરસ્યો હતો. ત્યારે હવે ચોમાસું પૂર્ણ થવાને આરે છે ત્યારે ગત વર્ષ કરતા આ વર્ષે ચોમાસામાં સરેરાશ વરસાદમાં આઠ ઇંચ ઓછો થયો છે. વરસાદ બંધ હોવાને લઈને જિલ્લાના જળાશયોમાં પણ પાણીની આવક બંધ છે. તો વરસાદ ઓછો વરસવાને જળાશયોમાં માત્ર નામની આવક થઇ છે. જિલ્લાના એક પણ જળાશય 100 ટકા ભરાયું નથી. તો કેટલીક નદીઓમાં પાણી પણ નહિ આવતા કોરી કટ જોવા મળી રહી છે.