
હિંમતનગરમાં સ્વયંભૂ ભોલેશ્વર મંદિરના જીર્ણોદ્ધારનું કામ શરૂ
હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરની જીર્ણોદ્ધારની કામગીરી પુનઃ સાડા ત્રણ મહિના બાદ શરુ કરવામાં આવી છે. જેને લઈને મંદિરમાંથી પાર્વતીજી, ગણેશજી, ભૈરવદાદા સહિતની પ્રતિમાઓનું ઉત્થાપન કરાયું હતું. જેને એક રૂમમાં મુકવામાં આવી છે.હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલા પૌરાણિક સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરનો પૂજન અર્ચન કરી ચાલન વિધિ કર્યા બાદ શિખર, ધજા, દંડ, કળશની ઉત્થાપન કર્યા બાદ મંદિરના શિખરથી તોડવાનું શરુ કર્યુ હતું. બીજી તરફ અધિક માસ અને શ્રાવણ માસ શરુ થતા કામગીરી બંધ કરવામાં આવી હતી. જે કામગીરી પુનઃ સાડા ત્રણ મહિના બાદ શરુ કરવામાં આવી છે. જેને લઈને મંદિરમાંથી પાર્વતીજી, ગણેશજી, ભૈરવદાદા સહિતની પ્રતિમાઓનું ઉત્થાપન કરીને રૂમમાં મુકવામાં આવી છે. હવે માત્ર શિવલિંગ મંદિરમાં રહેશે. જેને લઈને તમામ ભક્તોને નિવેદન કરવામાં આવ્યું છે કે હવેથી કામ શરુ થવાને લઈને ભોલેશ્વર દાદાની પૂજા અર્ચન કરવા માટે સવારે 8 વાગ્યે પહેલા આવવું પડશે. ત્યાર બાદ કામગીરી શરૂ થતા પૂજન અર્ચન થઇ શકશે નહિ.
ગુજરાત યાત્રાધામ વિકાસ મંડળ દ્વારા રૂ. એક કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જેને લઈને સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામગીરી શરુ થઇ હતી. તો મંદિરનો પૌરાણિક એટલે કે 600 વર્ષથી વધુ પુરાણા મંદિરનો શિખર, કાચથી મહાદેવના અંકિત કરેલા ચિત્રોનો ઘુમ્મટ અને મંડપ તોડી પાડવામાં આવ્યો છે. તો હવે આખુય મંદિર 1000 વર્ષ સુધીના આયુષ વાળા ધ્રાંગધ્રા પથ્થરનું બનશે. જેને લઈને કામગીરી સાડા ત્રણ મહિના બાદ કામગીરી આરંભી દેવામાં આવી છે.આ અંગે ભોલેશ્વર મંદિરના પુજારીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, મંદિરના જીર્ણોદ્ધારની કામગીરી શરુ થતા પહેલા ચાલન વિધિ કરવામાં આવી હતી. ત્યાર બાદ જરૂરિયાત મુજબ ઉત્થાપન કરવામાં આવ્યું હતું. લાભ પાંચમના દિવસે મંદિરમાંથી પાર્વતીજી, ગણેશજી, ભૈરવદાદા સહિતની પ્રતિમાઓનું ઉત્થાપન કરાયું હતું અને એક રૂમમાં મુકવામાં આવ્યું છે. જ્યારે શિવલિગ માત્ર મંદિરમાં રહેશે જેને કામગીરી દરમિયાન સુરક્ષિત રીતે ઢાંકી દેવામાં આવશે. જેથી ભક્તોએ પૂજન અર્ચન માટે દરરોજ સવારે 8 વાગ્યા પહેલા આવવું પડશે. ત્યાર બાદ કામગીરી શરુ થતા પૂજન કરી શકાશે નહિ.