
તલોદ, ખેડબ્રહ્મા અને ચિઠોડા પોલીસ સ્ટેશનના PSI બદલાયા; જાણો કોને કોની જગ્યાએ બદલી આપવામાં આવી
સાબરકાંઠા જિલ્લાના તલોદ, ખેડબ્રહ્મા અને ચિઠોડા પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડાએ બદલીના હુકમો કરતા PSI એ પોલીસ સ્ટેશન ચાર્જ સંભાળ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, તલોદ એસ.જી. સ્વામીની જિલ્લા બહાર બદલી થતા તેમની ખાલી જગ્યા પર ઇડર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI બી.એમ. પટેલની બદલી કરાઈ છે. ખેડબ્રહ્મા PSI પી.પી. જાનીની અકસ્માત પ્રકરણમાં બેદરકારીને લઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમની જગ્યાએ હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI આર.જે. ચૌહાણની બદલી કરવામાં આવી છે.
ચિઠોડા પોલીસ સ્ટેશનના PSI એમ.એચ. પરાડીયા નિવૃત થતા તેમની જગ્યાએ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વાય.એન. પટેલની બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા દ્વારા ત્રણેય PSIના બદલીના હુકમો કરવામાં આવ્યા બાદ પોલીસ સ્ટેશનમાં ત્રણેય PSI ચાર્જ સાંભળી લીધો હતો. તેવું જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમથી જાણવા મળ્યું હતું.