સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં નાસતો ફરતો આરોપી પોલીસ ઝડપી લીધો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપતો કેદી પેરોલ ફર્લો પર ગયો હતો. જે એક વર્ષથી ફરાર હતો. જેને LCBની પેરોલ ફર્લો સ્કોર્ડે રતનપુર પુત્રની સગાઇમાંથી ઝડપી લીધો હતો અને અમદાવાદ મધ્યસ્થ જેલમાં સોપ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, LCBના પેરોલ ફર્લો સ્કોર્ડના PSI એ.વી. જોશી અને સ્ટાફના વિક્રમસિંહ, ચાપાભાઈ, રજુસિંહ, સનતભાઈ, ગોપાલભાઈ, પ્રકાશભાઈ, અનિરુદ્ધસિંહ અને રમતુજી ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ 10/2012 નોંધાયેલા ઈપીકો 302, 324 મુજબ હત્યાના ગુનામાં ખેડબ્રહ્માના રતનપુર ગામના ગુલાબ સોનાભાઇ મકવાણાને આજીવન કેદની સજા થઇ હતી.

ગુલાબ મકવાણા અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પાકા કામના કેદી તરીકેની સજા ભોગવી રહ્યો હતો. જે કેદી 16 દિવસની ફર્લો રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો. જેને તા.08/10/2022ના રોજ પરત જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ હાજર થયો નહિ અને ફરાર થઈને નાસતો ફરતો હતો. આ ફર્લો રજા પરથી ફરાર આરોપી પોતાની પુત્રની સગાઇ પ્રસંગે તેના ઘરે આવેલો છે. તેવી ચોક્કસ બાતમી આધારે ટેકનીકલ સર્વેલન્સ મદદથી મજકુર આરોપીને પકડવાનું સફળ આયોજન કરીને કેદી નંબર S/15167 ગુલાબ સોનાભાઇ મકવાણાને તેના રહેણાંક ઘર રતનપુરથી ઝડપી લઈને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોપ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.