
હિંમતનગરમાં રેન્જ IGઅને SPસહિત પોલીસે ઈદે મિલાદ લઈને ફ્લેગ માર્ચ યોજી
આવતીકાલે ઇદે મિલાદ અને ગણેશ વિસર્જન હોવાને લઈને હિંમતનગરમાં બુધવારે સાંજે રેન્જ IGની આગેવાનીમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. હિંમતનગરમાં અડધો કલાકમાં આઠ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. આવતીકાલે ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનની શોભાયાત્રા નીકળવાની છે. તેને લઈને જ બુધવારે હિંમતનગરના છાપરીયા ચાર રસ્તેથી રેન્જ IG વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસવડા વિજય પટેલની આગેવાનીમાં ફ્લેગ માર્ચની શરૂ થઈ હતી. આ ફ્લેગ માર્ચમાં 30થી વધુ વાહનો સાથે એલસીબી એસઓજી, ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ સાથે નીકળી હતી.
આ ફ્લેગ માર્ચ છાપરીયા ચાર રસ્તાથી સહકારી જીનથી પરત ટીપી રોડ પર થઈને હરિઓમ સોસાયટી, મહાવીરનગર ચાર રસ્તા, આંબાવાડી અંડર બ્રિજ થઈને હુસૈની ચોક પહોંચી હતી. જ્યાંથી પોલોગ્રાઉન્ડ થઈને બહુમાળી આગળ થઈને ન્યાય મંદિર પાસેથી હસનનગર વિસ્તારમાં ફરીને પરત ન્યાય મંદિર થઈને પોલીસ હેડ ક્વાર્ટસ પૂર્ણ થઈ હતી. અંદાજીત શહેરના વિવિધ વિસ્તારમાં આઠ કિલોમીટરથી વધુ ફ્લેગ માર્ચ અંદાજીત 30 વાહનો સાથે ફરી હતી.