અસારવા-ચિત્તોડગઢ ડેમુમાં દરેક સ્ટેશનનો મુસાફર મુસાફરી કરી શકશે
અસારવાથી ડુંગરપુર ડેમુ સાત દિવસમાં છ દિવસ દોડતી હતી. પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા ચિતોડગઢ સુધી લંબાવવાની જાહેરાત કરી છે. તો આ ડેમુ લંબાવવાથી નાના અને મોટા સ્ટેશન પર ઉભી રહેશે. જેથી દરેક સ્ટેશનના મુસાફરો આ ડેમુમાં મુસાફરી કરી શકશે. બીજી તરફ આવતીકાલથી અસારવા-ચિતોડગઢ અને ચિતોડગઢ-અસારવા ડેમુ શરૂ થશે. આ ડેઇલી ડેમુ ટ્રેન સેવાથી મુસાફરો હવે રવિવારે પણ મુસાફરી કરી શકશે. અસારવાથી હિંમતનગર સુધીના 15 સ્ટેશનો અને હિંમતનગરથી ચિતોડગઢ સુધીના 19 સ્ટેશનો મળી 34 સ્ટેશનો પર મુસાફરો ડેમુ ટ્રેનમાં સાત દિવસ મુસાફરી કરી શકશે. તો આ ડેમુ ટ્રેનમાં દરેક સ્ટેશનનો મુસાફર મુસાફરી કરી શકશે.અસારવા-ડુંગરપુર-ઉદેપુર ડેમુને લંબાવી ચિતોડગઢ સુધી લંબાવી છે. જે આવતીકાલે ડેમુ નંબર 79403 સવારે અસારવાથી 10.05 વાગે પ્રસ્થાન કરશે. હિંમતનગર સ્ટેશન પર બપોરે 12.15 વાગે આવશે અને 12.18 વાગે ઉપડશે. જે ચિતોડગઢ રાત્રે 8.05 વાગે પહોંચશે. જ્યારે ચિતોડગઢથી ડેમુ ટ્રેન નંબર 79404 સવારે 9.15 ઉપડશે. હિંમતનગર સ્ટેશન પર સાંજે 4.58 કલાકે આવશે અને 5.00 કલાકે ઉપડશે. જે સાંજે 7.10 કલાકે અસારવા પહોંચશે.