સાબરકાંઠાના જનસેવા કેન્દ્રો બંધ રાખવા આદેશ

અરવલ્લી
અરવલ્લી 89

સાબરકાંઠામાં વધી રહેલ કોરોના કેસને પગલે જિલ્લાની મામલતદાર કચેરીઓમાં ચાલતા જનસેવા કેન્દ્રમાં ભીડ એકઠી ન થાય તે હેતુસર તા.12-04-21 થી તમામ જનસેવા કેન્દ્રો બંધ કરવા કલેક્ટરે આદેશ કર્યો છે. એપ્રિલમાં નવ દિવસમાં 176 કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને પ્રતિદિન કેસમાં વધારો થઈ રહ્યો છે સ્થિતિ નિયંત્રણ બહાર નીકળી રહી છે અને વહીવટીતંત્ર પણ બેબસ નજર આવી રહ્યું છે. અગત્યના કામ સિવાય અરજદારોએ કચેરીમાં ન આવવા બે દિવસ અગાઉ હુકમ કરવામાં આવ્યા બાદ જિલ્લામાં જનસેવા કેન્દ્રમાં વિવિધ હેતુસર મોટી બસંખ્યામાં ભીડ ઉમટતી હોવાથી કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ દ્વારા તા.10-04-21 ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરી સોમવારથી જિલ્લાના તમામ જનસેવા કેન્દ્રો બંધ રાખવા હુકમ કરાયો છે. જિલ્લામાં સ્થિતિ સેમી લોકડાઉન તરફ આગળ ધપી રહી છે. છેલ્લા સવા મહિનાથી કોરોના સંક્રમણ વધી રહ્યું હોવા છતાં જિલ્લાનો દ્વારા સંપૂર્ણ બેદરકારી દાખવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.