પ્રાંતિજના સલાલના શખ્સ સાથે ઓનલાઇન 56 હજારની ઠગાઇ

સાબરકાંઠા
સાબરકાંઠા

પાંચેક માસ અગાઉ પ્રાંતિજના સલાલના શખ્સનું ક્રેડિટ કાર્ડનું બિલ વધારે આવતા કસ્ટમર કેરમાં ફોન કરી જાણ કરતાં થોડા સમય બાદ એક ફોન આવ્યો હતો અને એનીડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી 06 ટ્રાન્ઝેક્શન કરી ઓટીપી મેળવી રૂ. 56,683 ની ઓનલાઈન છેતરપિંડી આચરતાં પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સલાલમાં રહેતા પરેશકુમાર રમણલાલ પટેલ આઇડીએફસી ફર્સ્ટ બેંકમાં ખાતું ધરાવે છે અને તેનું મિલેનિયા ક્રેડિટ કાર્ડ ફાસ્ટેગ અને મોબાઈલ રિચાર્જ માટે ઉપયોગ કરે છે ક્રેડિટ કાર્ડ નું બિલ વધારે આવતા તા. 25-09-21ના રોજ કંપનીના કસ્ટમર કેરમાં ફોન કરી રજૂઆત કરતા સામેવાળા વ્યક્તિએ જણાવ્યું કે હું તમને ચેક કરીને માહિતી આપું છું ત્યાર બાદ અડધા કલાક પછી તેમના મોબાઈલ પર ફોન આવ્યો હતો અને ક્રેડિટ કાર્ડ નંબરમાં એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને મોબાઈલ નંબર ઉપર આવેલ ઓટીપી આપો પછી હું તમારા પૈસા રીફંડ કરી આપું છું તેમ કહી 6 ઓટીપી નંબર આવતા તમામ નંબરો આપ્યા હતા અને થોડી જ વારમાં 5હજાર, 5હજાર,5હજાર,500, 31403,9780 મળી કુલ રૂ.56,687 ઉપડી જતાં પગલે પરેશકુમારે સાયબર ક્રાઇમમાં જાણ કરી હતી અને તા. 23-11-21ના રોજ કુલ રૂ.15,500 રીફંડ પણ થઇ ગયા હતા. પ્રાંતિજ પોલીસે આ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.